liveLIVE NOW

Gujarat Weather Today LIVE: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ

Gujarat Rains Updates:વરસાદની આગાહીની વાત કરીએ તો, લોકોએ વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહવું પડશે. આજે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

  • News18 Gujarati
  • | August 22, 2022, 10:23 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    15:54 (IST)
    13:27 (IST)
      સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 136.01 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી 1,92,234 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલ 1,49,122 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

    12:26 (IST)
      રાજપીપળાથી રામગઢને જોડતો પુલ ધોવાયો છે. પુલ પર 20 ફૂટનું ગાબડું પડ્યું છે. જેનાથી 10 ગામનો સંપર્ક કપાયો છે. આ બ્રિજ 2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે તૈયાર થયો હતો.

    10:24 (IST)
    સોમનાથનું વરસાદી વાતાવરણ

    9:28 (IST)
    9:15 (IST)
      નર્મદા નદી બની તોફાની

    8:27 (IST)
    8:5 (IST)
    મંગળવારનો દિવસનો ગુજરાત માટે મહત્વનો છે. કેમ કે, 23 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

    અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ (heavy rain in Gujarat) જોવા મળી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો બે દિવસ મહત્વના હોઇ શકે છે. રાજ્યમાં બે દિવસ એટલે 22 અને 23 ઓગસ્ટ (22nd 23th August) ભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગામી આ બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ (orange alert)એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ (yellow alert) આપવામાં આવ્યું છે.

    વરસાદની આગાહીની વાત કરીએ તો, લોકોએ વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહવું પડશે. આજે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन