Gujarat Weather Forecast: જાન્યુઆરીમાં એકદમ કડકડતી આકરી ઠંડી સહન કર્યા બાદ હવે ફેબ્રુઆરીમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી માહિતી આપી છે. જાણો શું કહ્યુ...
અમદાવાદઃ જાન્યુઆરીમાં એકદમ કડકડતી આકરી ઠંડી સહન કર્યા બાદ હવે ફેબ્રુઆરીમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી માહિતી આપી છે. હવામાન વિભાગે ઠંડી ઓછી થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને સાથે સાથે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે તેવું જણાવ્યું છે.
પાંચ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેશે
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હજુ તાપમાનમાં ઘટાડો થાય નહીં થાય તેવું જણાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યુ છે કે, રાજ્યનું હવામાન મોટા ફેરફાર વગરનું રહેશે. રાજ્યમાં રાતના તાપમાનમાં પણ આગામી સમયમાં વધારો થશે અને ફેબ્રુઆરીના અંત સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારબાદ તાપમાનનો પારો વધશે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં પારો ઊંચકાશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી સમયમાં રાત્રિના સમયે અને વહેલી સવારે કાતિલ ઠંડી યથાવત્ રહેશે. ત્યારબાદ દિવસના સમયે દિન-પ્રતિદિન તાપમાનનો પારો ઉંચકાશે અને ગરમી પડવા લાગશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતના તાપમાન વિશે વાત કરીએ તો, સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ-ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 15થી ઓછું નોંધાયું છે. આ સાથે જ ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.