Home /News /ahmedabad /Gujarat winter forecast: ગુજરાતમાં મતદાનના દિવસે પડશે કડકડતી ઠંડી? હવામાન નિષ્ણાતે કરી છે આવી આગાહી

Gujarat winter forecast: ગુજરાતમાં મતદાનના દિવસે પડશે કડકડતી ઠંડી? હવામાન નિષ્ણાતે કરી છે આવી આગાહી

હવામાન નિષ્ણાંતે કરી છે મોટી આગાહી

Gujarat Weather update: અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. બોપરનું તાપમાન 32 થી 36 ડિગ્રી વચ્ચે રહે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો ઠંડી ક્યારે પડશે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ રાજ્યમાં પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેશે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ છે વાતાવરણ સૂકું રહેશે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. તે શરૂઆત થઈ ગઈ છે. 15 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચે તાપમાન અચાનક ઘટી જશે. અને સારી એવી ઠંડીની શરૂઆત થઈ જશે. 30 નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે. અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. બોપરનું તાપમાન 32 થી 36 ડિગ્રી વચ્ચે રહે છે. રાત્રીનું તાપમાન 15થી 18 ડીગ્રી રહે છે. જોકે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.

આ પણ વાંચો: વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનો ટાર્ગેટ

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં ચૂંટણીને કારણે માહોલ ગરમ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, ડિસેમ્બર મહિનાથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે. 1 અને 5 ડિસેમ્બરના પણ કડકડતી ઠંડી રહેશે.

આ પણ વાંચો: કોડીનારમાં કોંગ્રેસને મોટો ઝટકો

શનિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 17.2 ડીગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 19.2 ડીગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી, દ્વારકાનું લઘુતમ તાપમાન, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી, પાટણનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી રાજકોટનું લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat winter forecast, અમદાવાદ, ગુજરાત, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन