Home /News /ahmedabad /હવામાન વિભાગ કઇ રીતે ભારેથી અતિભારે વરસાદને આપે છે કલર કોડ? જાણો સંપૂર્ણ માહિતી

હવામાન વિભાગ કઇ રીતે ભારેથી અતિભારે વરસાદને આપે છે કલર કોડ? જાણો સંપૂર્ણ માહિતી

વરસાદનો કલર કોડ

Gujarat Monsoon 2022: ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ જૂન મહિનામાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે હજુ પણ વરસાદ થવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ થયો છે.

અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ (Gujarat monsoon 2022) જામ્યું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat rain) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra rain) ધોધમાર વરસાદ પડ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપડામાં નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ  (Dr. Manorama Mohanty) જણાવ્યું છે કે, આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. પરંતુ અમુક જિલ્લામાં ભારેથી અતિભારે અને એકાદ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પણ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો 18.65 ટકા નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે સાથે કયા જિલ્લામાં કેવો વરસાદ થશે તેની પણ માહિતી જાહેર કરે છે. કલર કોડ અને ભારે વરસાદની અગાહીના માપદંડ નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગે વરસાદની આગાહીના માપદંડ નક્કી કર્યા છે.

  • ભારે વરસાદ એટલે   સવા ઈંચથી સવા ચાર ઈંચ વરસાદની આગાહી

  • અતિભારે એટલે   સવા ચાર ઈંચ  થી આઠ ઈંચ વરસાદ થવાની આગાહી

  • અત્યંત ભારે વરસાદની આગાહી એટલે આઠ ઈંચથી પણ વધુ વરસાદ


પોરબંદરનો દરિયો બન્યો તોફાની, ઊંચા મોજા સાથે જોવા મળ્યો ભારે કરંટ

કલર કોડ પણ આપવામાં આવે છે

  • ગ્રીન કલર જે દર્શાવે છે કોઈ ચેતવણી નથી.

  • યેલ્લો કલર જે દર્શાવે છે કે ધ્યાન આપો

  • ઓરેન્જ કલર એટલે કે સતર્ક રહો

  • રેડ કલર કોર્ડ એટલે કે ચેતવણીભારેથી અતિભારે વરસાદના કારણે શું નુકસાન થઈ શકે.

  • પાણી ભરાવાને કારણે  રસ્તાઓને મોટું નુકસાનવિસ્તારોમાં ટ્રાફિકમાં મોટો વિક્ષેપ.

  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી કાચા મકાનોને નુકસાન થાય છે.

  • અન્ડરપાસમાં પાણીનો ભરાવો.

  • ભારે વરસાદ દરમિયાન દૃશ્યતામાં અચાનક ઘટાડો જે માર્ગ અકસ્માતો તરફ દોરી જાય છે.

  • મુખ્યત્વે વોટર લોગીંગની સમસ્યા

  • વૃક્ષો ધરસાય થઈ શકે છે.


સુત્રાપાડામાં આભ ફાટ્યું, ડ્રોનની નજરે જુઓ જળબંબાકારના દ્રશ્યો

ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ જૂન મહિનામાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે હજુ પણ વરસાદ થવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ થયો છે. ગુજરાત રાજ્ય અત્યાર સુધીમાં સરેરાશ 157 mm થવો જઈએ. પરંતુ અત્યાર સુધીમાં 137 mm વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો 128 mm થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં  124 mm વરસાદ થઈ છે.
" isDesktop="true" id="1226039" >

ગુજરાત રિજીયનમાં અત્યાર સુધીનો 195 mm વરસાદ નોંધાવવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 154 mm થયો છે.જો કે વરસાદની ઘટ છે તે પુરી થશે.અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન