Home /News /ahmedabad /ગુજરાતમાં જન્માષ્ટમીથી ચોમાસું ફરી થશે સક્રિય, આ વિસ્તારોમાં થશે મેઘરાજાની મહેર

ગુજરાતમાં જન્માષ્ટમીથી ચોમાસું ફરી થશે સક્રિય, આ વિસ્તારોમાં થશે મેઘરાજાની મહેર

જન્માષ્ટમીથી ગુજરાતમાં થશે મેઘ મહેર.

Gujarat weather forecast: હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી આજથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) જન્માષ્ટમીથી (Janmasthami) ચોમાસું (monsoon) ફરી સક્રિય થવાની આગાહી (weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી આજથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યુ

રાજ્યમાં 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદની વાત કરીએ તો એક અઠવાડિયા દરમિયાન 1થી 3 ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધીને 36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 26.6 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહ્યું હતું. અમદાવાદની સાથે રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો - જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણ ભક્તિમાં રંગાઇ જાવ: ડાકોર અને દ્વારકાનાં કરી લો Live Darshan

ક્યારે પડશે વરસાદ?

હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરથી આજથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના એંધાણની વચ્ચે હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

આ પણ વાંચો - શ્રાવણનાં ચોથા સોમવાર અને જન્માષ્ટમીના પર્વે કરો સોમનાથ દાદાના Live Darshan

ક્યાં પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં 30મી ઓગસ્ટના રોજ રાજ્યના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુ, ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે 31મી ઓગસ્ટના રોજ રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા વડોદરા, નર્મદા, સુરત ડાંગ તાપી નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ સુરત, તાપી રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા વરસાદની અછત 49 ટકા છે. જ્યારે સરેરાશ 41.8 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 51.5 ટકા વરસાદ નોંધાયો છે.
" isDesktop="true" id="1128804" >

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રવિવાર સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ જશે અને 30-31 ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ જોવા મળશે. જોકે, 3-10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સમાચાર ખેડૂતો માટે મોટી રાહત લઈ આવશે. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં જો નોંધપાત્ર વરસાદ ન વરસે તો ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ શકે છે.
First published:

Tags: Gujarat Weather, Monsoon forecast, ગુજરાત

विज्ञापन