Home /News /ahmedabad /હાશ! નવરાત્રીમાં રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ નહીં બને વિલન, આ વિસ્તારોમાં પડશે વરસાદ

હાશ! નવરાત્રીમાં રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ નહીં બને વિલન, આ વિસ્તારોમાં પડશે વરસાદ

ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે.

Rain Forecast in Navratri: ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે.

  અમદાવાદ: આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, નોરતાના વધુ 3 દિવસ વરસાદનુ વિઘ્ન રહેશે. રાજ્યમાં 3 દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. નોંધનીય છે કે, સિઝનનો અત્યાર સુધીનો 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

  હવામાન વિભાગે કરી આગાહી


  હવામાન વિભાગ, ડાયરેકટર, ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આ વખતે જે વરસાદ થશે તે છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે. પહેલી ઓક્ટોબરથી વરસાદ ઘણો જ ઓછો રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદ રહી શકે છે. પરંતુ ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદ પડવાની નહિંવત શક્યતા છે.

  આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે શરૂ કરી 'કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર' યાત્રા

  અમદાવાદમાં કેવો રહેશે વરસાદ


  કચ્છથી ચોમાસાની વિદાય શરૂ જોકે સંપૂર્ણ વિદાયમાં હજી સમય લાગી શકે છે. વરસાદની સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ છવાશે. 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે. સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


  અંબાલાલ પટેલની આગાહી


  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે. વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે. નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે. જ્યારે તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન

  विज्ञापन
  विज्ञापन