Home /News /ahmedabad /Gujarat rain forecast: ગુજરાતીઓ સાવધાન! રક્ષાબંધન પહેલા આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, પ્લાન બનાવતા પહેલા જોઇ લેજો
Gujarat rain forecast: ગુજરાતીઓ સાવધાન! રક્ષાબંધન પહેલા આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ, પ્લાન બનાવતા પહેલા જોઇ લેજો
ગુજરાતમાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ થશે.
Gujarat weather news: વેસ્ટન ડીસ્ટર્બન્સ સાથે જ બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ થશે.
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની (Gujarat Monsoon) સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 75 ટકા વરસાદ (Gujarat rain) નોંધાયો છે અને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં આવતી 11મી તારીખે અને ગુરૂવારે રક્ષાબંધનનો (Gujarat weather before Rakshabandhan) તહેવાર છે. તે પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ સાથે જ બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ થશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. 8 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આત્યંત ભારે વરસાદ થશે.
9 ઓગસ્ટના નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે.તો આણંદ ભરૂચ સુરત ડાંગ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી રાજકોટ જુનાગઢ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
10 ઓગસ્ટના નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે.તેમજ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી સુરેન્દ્રનગર જામનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે અતિભારે વરસાદની આગાહી છે.તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર કચ્છ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.