Home /News /ahmedabad /Gujarat Weather Forecast: ફ્રેબ્રુઆરીના 15 દિવસમાં 9 વાર પવનની દિશા બદલવાથી તાપમાનમાં ફેરફાર થયા. જાણો ચાર દિવસ કેવું રહેશે તાપમાન

Gujarat Weather Forecast: ફ્રેબ્રુઆરીના 15 દિવસમાં 9 વાર પવનની દિશા બદલવાથી તાપમાનમાં ફેરફાર થયા. જાણો ચાર દિવસ કેવું રહેશે તાપમાન

રાજ્યમાં ઉતર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઇ રહ્યા છે

Gujarat Weather news: સામાન્ય રીતે  લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 10 ડીગ્રીનો તફાવત હોય છે. પરંતુ અત્યારે લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન વચ્ચે 14 થી 15 ડીગ્રીનો તફાવત રહે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: રાજ્યમાં ઉતર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઇ રહ્યા છે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે, 4 દિવસ તાપમાન યથાવત રહેશે. હવામાં ભેજનુ પ્રમાણ હોવાના કારણે વાદળછાંયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે, આજે અનેક શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે.

લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 10 ડીગ્રીનો તફાવત


સામાન્ય રીતે  લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 10 ડીગ્રીનો તફાવત હોય છે. પરંતુ અત્યારે લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન વચ્ચે 14 થી 15 ડીગ્રીનો તફાવત રહે છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થાય છે. જેના કારણે ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે.

ફેબ્રુઆરી મહિનાનો મહત્તમ તાપમાનો રેકોર્ડ તોડી


ફેબુઆરી મહિનામાં તાપમાનમાં ઉતરા ચડાવ વારંવાર જોવા મળ્યા છે. છેલ્લા 15 દિવસમાં 9 વખત પવનની દિશા બદલી છે. 16 ફેબ્રુઆરીના ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાયા હતા. જેના કારણે ભુજનું મહત્તમ તાપમન 40.3 ડીગ્રીએ પહોચી ગયુ હતુ. 50 વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનો મહત્તમ તાપમાનો રેકોર્ડ તોડી દીધો હતો. 19 ફેબ્રુઆરીના પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફુકાયા જેના કારણે હવામાન વિભાગે 19 અને 20 ફેબ્રુઆરીના હિટવેવની આગાહી આપી હતી પરંતુ છેલ્લા 15 દિવસમાં મહત્તમ તાપમાન 5થી 6 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે.

તાપમાન કેટલુ રહેશે તે પવનની દિશા પરથી નક્કી થાય છે


ભારત દેશનુ વાતાવરણ અને તાપમાન કેટલુ રહેશે તે પવનની દિશા પરથી નક્કી થતુ હોય છે. પવનની દિશા વારંવાર બદલાતી રહેશે છે જેના કારણે તાપમાનમાં પણ બદલાતુ રહે છે.

જોકે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનુ અનુમાન છે કે, ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. તો માર્ચ મહિનામાં પણ આકરી ગરમી પડશે. જો કે નબળા વેસ્ટન ડિસ્ટર્બના કારણે ગરમી ફેબ્રુઆરી મહિમાં પણ ગરમીનુ પ્રમાણ વધી રહ્યુ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat Weather Updates, અમદાવાદ, ગુજરાત, હવામાન