Home /News /ahmedabad /Gujarat Weather Forecast: ગુજરાતમાં આગ ઓકતી ગરમી પડશે, અમદાવાદ કરતા ગાંધીનગર વધુ ગરમ

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગ ઓકતી ગરમી પડશે, અમદાવાદ કરતા ગાંધીનગર વધુ ગરમ

ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનું જોર ફેબ્રુઆરીના મધ્યમાં ઘટ્યા બાદ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં આકરી ગરમી શરુ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યમાં અમદાવાદ કરતા ગાંધીનગર વધારે ગરમ રહ્યું છે. જોકે, સૌથી ઓછું લઘુત્તમ તપામાન પણ ગાંધીનગરનું જ નોંધાયું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પારો ઉપર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પારો ઉપર ગયા બાદ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે આકરા તાપમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24મીથી ગરમીના પ્રમાણમાં ધીમે-ધીમે વધારો થશે અને માર્ચની શરુઆત સુધીમાં આકરો તડકો અનુભવાશે. હાલ પણ જેઓ સતત બપોરે બહાર ફરી રહ્યા છે તેમને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ સૂરજ દાદા હજુ કોપાયમાન થયા નથી.

બે દિવસ બાદ આકરી ગરમીનો અહેસાસ થશે


રાજ્યમાં અગાઉ પર હવામાન નિષ્ણાંતો દ્વારા ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હજુ આજે તથા આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીમાં હળવી રાહત રહેશે. જે પછી 26મી ફેબ્રુઆરીથી ગરમીનો પારો ઉપર જશે આગ ઓકતી ગરમી શરુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું કે, બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીનો અહેસાસ થશે. જોકે, આ પછી અઠડિયાના અંતમાં ગરમીનો પારો ઉપર જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે.

અમદાવાદ કરતા ગાંધીનગર વધુ ગરમ


ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે વધવાનું શરુ થયું છે તેની સાથે કેટલાક ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે સૌથી વધુ 38 ડિગ્રી મહત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું છે, જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 16 ડિગ્રી નોંધાયું છે.


આજે અમદાવાદ કરતા ગાંધીનગર વધારે ગરમ છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી છે જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોંચી ગયું છે. ગાંધીનગર હરિયાળું પાટનગર હોવા છતાં અહીં પાછલા ઘણાં વર્ષોથી આકરી ગરમીમાં શહેરીજનો શેકાઈ રહ્યા છે. આ તરફ મહુવા, રાજકોટ, કંડલા (પોર્ટ) પર પણ મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
First published:

Tags: Ahmedabad Weather, Gandhinagar News, Gujarat Weather, Gujarat Weather Forecast, Weather Updates, ગાંધીનગર