Home /News /ahmedabad /Gujarat Weather Forecast: વરસાદ માટે રહેજો તૈયાર! અંબાલાલની આગાહી, આ તારીખોમાં થશે મેઘમહેર

Gujarat Weather Forecast: વરસાદ માટે રહેજો તૈયાર! અંબાલાલની આગાહી, આ તારીખોમાં થશે મેઘમહેર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે દેશના ઉત્તરીય ભાગમાં વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસર રહેશે.જેના કારણે પર્વતીય કેટલાક વિસ્તારો બરફની ચાદરમાં લપેટાય જવાની શક્યતા રહે છે.નવેમ્બર માસ વાદળ છાયું અને માવઠા વાળું રહેશે.જેની અસર જીરુના પાક પર વિપરીત અસર પડશે.વિસમ હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકમાં રોગ થવાની શકયતા રહે છે.

Gujarat Weather Forecast by Ambalal: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય, રાજ્યમાં આ તારીખ વચ્ચે પડશે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું અનુમાન

Gujarat Weather Forecast by expert ambalal heavy Rains Prediction from 27th September to 5 October
Gujarat Weather Forecast: રાજ્યમાંથી હવે દુષ્કાળે (Drought Ended in Gujarat) વિદાય લઈ લીધી છે. ગુજરાતમાં ભાદરવામાં (Gujarat Rains in September 20121) મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ સપ્ટેમ્બરના વરસાદે પુરી કરી નાખી છે. આ ઘટ પૂર્ણ થવાની સાથે જામનગર (Jamnagar Rains) અને રાજકોટ (Rajkot rains) જેવા જિલ્લામાં તો તારાજી પણ સર્જાઈ છે. ખેડૂતોને સિંચાઈ (Water for Agriculture in Gujarat) માટે પૂરતું પાણી મળી શકે તેવા સંજોગો સર્જાયા છે ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની (Gujarat Weather Forecast) સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ambalal Patel Forecast of Rain from 27 September to 5 October) રાજ્યમાં 27મી સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.


Gujarat Weather Forecast by expert ambalal heavy Rains Prediction from 27th September to 5 October
દેશના બંગાળમાં આવેલી બંગાળની ખાડીમાં (Deep Depression in Bay of Bengal) એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. આ ડિપ્રેશન વાવાઝોડામાં (Thunderstorm in Bay of Bengal) પરિવર્તિત થવાની સંભાવના છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થાય તો તે ગુજરાતમાં વરસાદ (Gujarat Rains from 27 September to 5 October) લઈને આવશે. દરમિયાન હવામાન વિભાગની પણ વરસાદની આગાહી તો યથાવત છે જ ત્યારે વધુ એક વરસાદની આગાહી સામે આવી રહી છે.


Gujarat Weather Forecast by expert ambalal heavy Rains Prediction from 27th September to 5 October
આ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોર દરમિયાન આ વાવાઝોડું ગુજરાતમાં વરસાદ લઈને આવશે. અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.


Gujarat Weather Forecast by expert ambalal heavy Rains Prediction from 27th September to 5 October
આ સાથે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર, પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, હાથીયો વરસે તો ઘઉંનો પાક સારો થાય તેમ ગણાય છે. કહેવાય છે કે જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો. હાથીયો ગાજે તો તીડ ભાગી જાય.


Gujarat Weather Forecast by expert ambalal heavy Rains Prediction from 27th September to 5 October
ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ થયો હતો. જ્યારે સપ્ટેમ્બરની શરુઆતથી જ મેઘરાજાએ રાજ્યમાં પાણી પાણી કર્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ,દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
First published:

Tags: Ambalal Patel, Gujarat Rains, Gujarat Weather Forecast, Monsoon 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો