Home /News /ahmedabad /અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ: ગુજરાતમાં સુસવાટાભર્યા પવન સાથે કાતિલ ઠંડીની આગાહી, માવઠા અંગે મતમતાંતર

અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ: ગુજરાતમાં સુસવાટાભર્યા પવન સાથે કાતિલ ઠંડીની આગાહી, માવઠા અંગે મતમતાંતર

ગુજરાતમાં માવઠા અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલમાં મતમતાંતર સામે આવ્યાં છે.

Gujarat weather forecast: હવામાન વિભાગે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી સાથે માવઠા પડવાની આશંકા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. રાજ્યમાં હાલ માવઠાની કોઇ શક્યતા નથી.

  ઠંડી બાદ વાદળ છવાશે


  હવામાન વિભાગનાં ડાયરેક્ટ મનોરમા મોહંતીનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આવતીકાલથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, રાતનાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની આગાહી નથી. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.  આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ

  સુસવાટાભેર પવનથી ઠંડી વધશે


  આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં લોકો ઠંડીમાં ઠુંઠવાશે. આ સાથે ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે. પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આ સાથે આગાહી કરતા જણાવ્યુ કે, આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
  " isDesktop="true" id="1325253" >

  અંબાલાલની માવઠાની આગાહી


  તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતનાં વાતાવરણ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 24, 25, 26 સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે. જાન્યુઆરીના જતા-જતા ઠંડી અતિરોદ્ર સ્વરૂપ બતાવશે. આ ઉપરાંત તેમણે ઠંડી સાથે માવઠાનો પણ માર રહેશે તેવી આગાહી કરી છે. કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાઇ રહ્યું છે. અંબાલાલે 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અંબાલાલ પટેલ, અમદાવાદ, ગુજરાત, હવામાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन