Home /News /ahmedabad /Ambalal Patel: માવઠાથી ક્યારે મળશે છૂટકારો? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel: માવઠાથી ક્યારે મળશે છૂટકારો? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે

Gujarat weather forecast: માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો પરેશાન છે અને રાહ જોઈ રહ્યા છે કે હવે માવઠાથી ક્યારે છુટકારો મળશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: રાજ્યમાં હાલ વાતાવરણમાં અનેકવાર પલટો આવી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓને ચિંતા થવા લાગી છે કે, હવે માવઠું ક્યારે જશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે અમારી ટીમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસે ગઇ હતી. સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે. માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો પરેશાન છે અને રાહ જોઈ રહ્યા છે કે હવે માવઠાથી ક્યારે છુટકારો મળશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે. પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો: ગાંધીધામના જાણીતા બિઝનેસમેનની દીકરીનું મધ્યપ્રદેશમાં મોત

તેમણે એવું પણ જણાવ્યુ કે, ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે. પરંતુ હવે જે માવઠું થશે તે હળવું રહશે.

આ પણ વાંચો: પત્નીને પિયરમાં મૂકી આવી તહેવારોમાં ફરવા ન લઇ જતા પત્ની બગડી

તેમણે વધુમાં જણાવ્યુ કે, માવઠું પછી માવઠું. આ ચાલુ જ રહેશે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં માવઠાનો માર પડશે અને મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધશે. 20 એપ્રિલ પછી ગરમી પડશે અને અમુક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી જશે.
" isDesktop="true" id="1357593" >

ગુજરાતમાં કમોસમી વરસાદ થાય છે પરંતુ કરા પડવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે ક્લાયમેન્ટ ચેન્જની અસર ઋતુ પર થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ એક પરિબળ છે સાથે અન્ય પરિબળો પણ જવાબદાર છે.


ઈરાન આફ્રિકા તરફથી આવતા પવન, સમુદ્રના પ્રવાહ પણ વાતાવરણ પર અસર કરી રહ્યા છે. ત્યારે ઉનાળામાં વારંવાર વાતાવરણ પલટો આવતો જોવા મળશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Gujarat Weather