Home /News /ahmedabad /Gujarat Weather: ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે, માઉન્ટ આબુમાં પારો ગગડીને માઈનસમાં પહોંચ્યો
Gujarat Weather: ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે, માઉન્ટ આબુમાં પારો ગગડીને માઈનસમાં પહોંચ્યો
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે, માઉન્ટ આબુમાં પારો માઈનસમાં પહોંચ્યો છે.
Gujarat Cold updates: ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં પારો માઈનસમાં પહોંચતા બરફની ચાદર છવાઈ ગઈ છે.
અમદાવાદઃ ગુજરાત સહિત ઉત્તર ભારતના પશ્ચિમના રાજ્યોમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે, રાજ્યમાં પવનના સુસવાટા સાથે ઠંડી વધારે કરંટ આપી રહી છે. સમગ્ર રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું કચ્છમાં 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સવાર-સવારમાં પવન સાથે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી જતા અહીં બરફની ચાદરોથી વાહનો અને મેદાનો ઢંકાયેલા જોવા મળી રહ્યા છે. આગમી 3 દિવસ હજુ ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે દિલ્હી, પંજાબ, રાજસ્થાનમાં પણ ઠંડીનો આકરો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ઠંડી મોડી શરુ થઈ પરંતુ હવે જોર પકડી રહી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી લોકો ઠુંઠવી રહી છે. 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે ડિસાનું લઘુત્તમ તાપમાન 8, અમદાવાદનું 11.4, રાજકોટનું 11.2, ભુજનું 11.6 વડોદરાનું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 13થી 15 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે.
માઉન્ટ આબુમાં બરફની ચાદરો છવાઈ
ગુજરાતીઓથી હર્યા ભર્યા રહેતા માઉન્ટ આબુમાં પારો ઘટીને માઈનસમાં પહોંચી ગયું છે. અહીંનું તાપમાન માઈનસ 3 થઈ ગયું છે. જેના કારણે વાહનો અને મેદાનોમાં બરફની આછી ચાદરો છવાઈ ગઈ છે.
અહીં ઠડીં વધારે જામે ત્યારે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે, આ વખતે પણ મોડો-માડો ઠંડીનો કડાકો શરુ થતાં અહીં વેપાર-રોજગાર સાથે સંકળાયેલા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઠંડીથૂી બચવા માટે ઠેર-ઠેર તાપણાં પણ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ચાની લારીઓ પર પણ લોકોની સવારમાં ભીડ જોવા મળી રહી છે.
" isDesktop="true" id="1313681" >
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે
ગુજરાતમાં ઠંડીનું જોર આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડી થરથર કંપાવતી હોય છે પરંતુ આ વખતે જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જોકે, હવામાન વિભાગ દ્વારા માવઠા અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.