liveLIVE NOW

Gujarat Weather LIVE: ગુજરાતમાં અત્યારસુધી 110% વરસાદ નોંધાયો, આજે આ વિસ્તારોમાં પડશે મેઘો મુશળધાર

Gujarat Rains Live Updates on 14 September 2022: હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

  • News18 Gujarati
  • | September 14, 2022, 09:14 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    13:48 (IST)
      દાહોદના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લીમખેડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.

    11:22 (IST)
    રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં અનેક જગ્યાઓ પર વરસાદ નોંધાયો છે. પરિણામે ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જળાશયોની વાત કરીએ તો ગઈકાલની સ્થિતિએ 206 જળાશયોમાં 85.32 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 97 ટકા પાણીનો જથ્થો છે. આમ કુલ મળીને 89 ટકા પાણીનો જથ્થો હાલ ગુજરાતના ડેમોમાં છે. જેમાંથી 80 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

    10:11 (IST)
    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરે પહોંચી છે.  નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરવવામાં માત્ર 68 સેન્ટિમીટર જ બાકી છે. નર્મદા ડેમની મહત્ત્મ સપાટી 138.68મીટર છે. હાલમાં ડેમમાં 1,26,519 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ સાથે બે દરવાજા મારફતે 5000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

    9:29 (IST)
    રાજયમાં હાલ NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ-1, ભાવનગર-1, ગીર સોમનાથ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-1, રાજકોટ-1, સુરત-1 એનડીઆરએફની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 5 એમ કુલ-07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-11 ટીમ સ્ટેન્ડબાય છે.

    9:10 (IST)
    Banaskatha rain:બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં ભરાયા પાણી છે.

    8:51 (IST)
      ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા. 14/09/2022ના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15/09/2022ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

    8:35 (IST)
      ગુજરાતમાં અત્યાર સુધી 110 ટકા વરસાદ થઇ ગયો છે. 2021માં 13મી સપ્ટેમ્બર સુધી 64.44 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં 45 ટકા વધારે વરસાદ છે. વર્ષ 2020ની વાત કરીએ તો, 125 ટકા વરસાદ હતો. મધ્ય ગુજરાત ઝોનને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. 19 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ છે. કચ્છમાં સૌથી વધારે 170 ટકા વરસાદ છે.

    અમદાવાદ : ગુજરાતમાં અત્યાર સુધી 110 ટકા વરસાદ થઇ ગયો છે. 2021માં 13મી સપ્ટેમ્બર સુધી 64.44 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં 45 ટકા વધારે વરસાદ છે. વર્ષ 2020ની વાત કરીએ તો, 125 ટકા વરસાદ હતો. મધ્ય ગુજરાત ઝોનને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. 19 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ છે. કચ્છમાં સૌથી વધારે 170 ટકા વરસાદ છે. ત્યારે હજી રાજ્યમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે.

    ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા. 14/09/2022ના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15/09/2022ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन