Home /News /ahmedabad /Ambalal Patel Rain Forecast: 'વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે,' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

Ambalal Patel Rain Forecast: 'વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે,' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

અંબાલાલ પટેલ

Ambalal Patel rain forecast: અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે. ઓગસ્ટના અંતમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

અમદાવાદ: રાજયમાં ચોમાસાની સિઝનનો 100.85 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ થયો છે. અનેક જળાશયો છલકાયા છે. ખેતરોમાં કૂવાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે. સારા વરસાદને પગલે જળ સ્તરો પણ ઊંચા આવી ગયા છે. અંદાજ પ્રમાણે સારા વરસાદથી આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા નહીં રહે. જોકે, વરસાદનો રાઉન્ડ હજુ પૂર્ણ નથી થયો. રાજ્યમાં પાછોતરો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં આગામી પાંચ સામાન્ય વરસાદ રહેશે.

આ વિસ્તારોમાં પડશે વરસાદ


બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન જાહેર કરતા હોય છે કે, આગામી દિવસોમાં હવામાન અને તાપમાન કેવું રહેશે. તેમણે તાજેતરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે. ઓગસ્ટના અંતમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે. મહેસાણા, સમી, હારીજ, બેચરાજી, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દરમિયાન જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે પડશે.

ભેજનું પ્રમાણ વધશે


અંબાલાલે વધુમા જણાવ્યુ કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ આવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદની શક્યતાઓ છે. 30 ઓગસ્ટથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની સંભવના છે. આઠથી 11 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: વરસાદના પળેપળના અપડેટ માટે ક્લિક કરો...

ચોમાસાની વિદાય


ઉલ્લેખનીય છે કે સામાન્ય સ્થિતિમાં પહેલી સપ્ટેમ્બરથી ચોમાસાના  વિદાયની શરૂઆત થઈ જતી હોય છે. દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે. વિદાય વચ્ચે પણ ભેજનું પ્રમાણ, લોકલ કનેક્ટિવિટી અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.
" isDesktop="true" id="1243487" >

ગુજરાતમાં પડેલો વરસાદ


ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 100.86 ટકા વરસાદ પડ્યો છે. કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 82.76 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.42 ટકા વરસાદ પડ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ambalal Patel, Monsoon 2022, ગુજરાત, ચોમાસુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन