ગુજરાતને 22 વર્ષના છોકરાની નહીં, 22 વર્ષના વિકાસની CD જોવી છેઃ હાર્દિક

Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 4:29 PM IST
ગુજરાતને 22 વર્ષના છોકરાની નહીં, 22 વર્ષના વિકાસની CD જોવી છેઃ હાર્દિક
સતત બીજા દિવસે પણ વીડિયો ક્લિપ વાયરલ કરવામાં આવતા હાર્દિકે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'ગુજરાતના મતદાતાઓને 22 વર્ષના છોકરાની સીડી નહીં પરંતુ રાજ્યમાં છેલ્લા 22 વર્ષમાં કેટલો વિકાસ થયો છે તેની સીડી જોવી છે.'
Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 4:29 PM IST
અમદાવાદઃ પાસ સંયોજક હાર્દિક પટેલના કથિત સેક્સ વીડિયોને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સીડી મામલે અમુક લોકો હાર્દિકના સમર્થનમાં આવ્યા છે તો ભાજપે આ મામલે હાર્દિક ખુલાસો કરે તેવી માંગણી કરી છે. સતત બીજા દિવસે પણ વીડિયો ક્લિપ વાયરલ કરવામાં આવતા હાર્દિકે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'ગુજરાતના મતદાતાઓને 22 વર્ષના છોકરાની સીડી નહીં પરંતુ રાજ્યમાં છેલ્લા 22 વર્ષમાં કેટલો વિકાસ થયો છે તેની સીડી જોવી છે.' ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન છે.

જિજ્ઞેશ મેવાણી આવ્યો હાર્દિકના સમર્થનમાં

હાર્દિકની કથિત સેક્સ ટેપ જાહેર થયા બાદ દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તેના સમર્થનમાં આવ્યો છે. જિજ્ઞેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સેક્સનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સેક્સ ક્લિપ જાહેર કરવી એ હાર્દિકની પ્રાઇવસીમાં ઘૂસણખોરી છે.

બીજેપીનો 22 વર્ષનો વિકાસ ઉઘાડો પડી ગયો 

સેક્સ સીડી જાહેર થયા બાદ હાર્દિકે કહ્યું હતું કે આ તેની પ્રાઇવસીમાં ઘૂસણખોરી છે. સીડી જાહેર કરવા પાછળ ભાજપનો હાથ હોવાનું હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, બીજેપીને બીજાની વ્યક્તિગત જિંદગીમાં ડોકિયાં કરવાનું ખૂબ પસંદ છે. તેમના 22 વર્ષના વિકાસનો એજન્ડા ઉઘાડો પડી ગયો છે અને તેઓ 23 વર્ષના છોકરાને ઉઘાડો પાડવાનો પ્રયાસો કરી રહ્યા છે. હું મારા વકીલનો સંપર્ક કરીને આ અંગે ફરિયાદ દાખલ કરીશ.હાર્દિકમાં સરદારનો ડીએનએ હોવાની શક્તિસિંહના નિવેદનનો વિરોધ

હાર્દિક પટેલમાં સરદાર પટેલનો ડીએનએ છે તેવા કોંગ્રેસના નેતા શક્તિસિંહના નિવેદનનો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થયો છે. ભાજપે આને લઈને મંગળવારે ઠેર ઠેર તેમના પૂતળા બાળ્યા હતા. બીજેપીએ કહ્યું હતું કે શક્તિસિંહે હાર્દિકની સરખામણી સરદાર સાથે કરીને ફક્ત સરદાર જ નહીં પરંતુ આખાં ગુજરાતનું અપમાન કર્યું છે. આ માટે તેમણે ગુજરાતના તમામ લોકોની માફી માંગવી જોઈએ.
First published: November 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर