Gujarat vidyapith: ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠમાં સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યાં છે. વિદ્યાપીઠમાં સફાઈ મુદ્દે કુલપતિ લાલઘુમ જોવા મળ્યા હતા. છેલ્લા સાત દિવસથી સતત ચાલી રહેલા સફાઈ અભિયાનને લઈને વિદ્યાપીઠમાંથી 66 ટ્રક જેટલા કચરાનો નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠમાં સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યાં છે. વિદ્યાપીઠમાં સફાઈ મુદ્દે કુલપતિ લાલઘુમ જોવા મળ્યા હતા. છેલ્લા સાત દિવસથી સતત ચાલી રહેલા સફાઈ અભિયાનને લઈને વિદ્યાપીઠમાંથી 66 ટ્રક જેટલા કચરાનો નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે. સતત સાત દિવસથી રાજ્યપાલની સરપ્રાઈઝ વિઝીટને લઈને વિદ્યાપીઠના તંત્રમાં દોડધામ મચી છે.
એક સપ્તાહમાં તેઓએ 66 ટ્રક કચરાનો નિકાલ
ગૂજરાત વિદ્યાપીઠની ગંદકી જોઇને રાજ્યપાલ લાલઘુમ થયા છે અને છેલ્લા એક સપ્તાહમાં તેઓએ 66 ટ્રક કચરાનો નિકાલ કરાવ્યો છે. ગાંધીજીના આદર્શો પર ચાલતી ગૂજરાત વિદ્યાપીઠમાં ઠેરઠેર ગંદકીના થર ઝામેલા જોવા મળતા રાજ્યપાલ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિદ્યાપીઠમાં સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતું. આ અભિયાનના અંતિમ દિવસે રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને વિદ્યાપીઠમાં સફાઇ રાખવાના વચન લેવડાવીને રોજ એક ક્લાક સફાઇ માટે આપવા માટે જણાવ્યુ હતું.
જ્યારે વિદ્યાપીઠમાં રહીને વિદ્યાર્થી અભ્યાસ કરે ત્યારે તેનામાં સંસ્કારના સિચંન કરી શકાય છે અને તે જ કારણથી ગાંધીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, પરંતુ વિદ્યાપીઠની મુલાકાત દરમિયાન કડવો અનુભવ થયો હોવાનુ રાજ્યપાલે જણાવ્યુ હતું. રાજ્યપાલે કહ્યુ કે, ‘હું સફાઇ કરૂ અને વિદ્યાર્થીઓ મને જોઇ રહેતા હતા. ઉપરાંત હોસ્ટેલ રૂમની વિઝીટ દરમિયાન વિદ્યાર્થીએ નમસ્તે કહેવાની તસ્દી પણ લીધી નહોતી. અનેક વિદ્યાર્થીઓ બીએડનો અભ્યાસ કરે છે તેમના જ રૂમમાં ગંદકી જોવા મળી છે. ત્યારે તેઓ વિદ્યાર્થીઓને શું શિખવશે તે પ્રશ્ન છે.’
ઉપરાંત તેમણે કહ્યું કે, ‘હોસ્ટેલના બાથરૂમમાં પાણી ભરાયેલા જોવા મળ્યુ જે દુઃખદ છે. અહીં દિવાલો પર પાનની પીચકારી છુપાવવા માટે બિલ્ડિંગને લાલ કલર કરાવાય છે. ’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી 66 ટ્રક કચરો બહાર કાઢવામાં આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિનું પદ સંભાળ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં નવથી દસ વાર મુલાકાત લીધી છે. વિદ્યાપીઠમાં સ્વચ્છતા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.