'વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારે બર્ડ ફ્લૂનો રિપોર્ટ દબાવ્યો'

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 8:55 AM IST
'વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારે બર્ડ ફ્લૂનો રિપોર્ટ દબાવ્યો'
વાઇબ્રન્ટ સમિટના કારણ સરકારે બર્ડ ફ્લૂનો રિપોર્ટ દબાવ્યો હોવાનો ચોંકાવનારો મામલે સામે આવ્યો છે. આ રાવ વ્યક્ત કરતી હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે. બર્ડ ફ્લુ ગ્રસ્ત પક્ષીઓ મેમનગરમાં દાટી દેવાના મામલે થયેલી પીઆઇએલમાં સરકારે જવાબ રજૂ કર્યો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 8:55 AM IST
અમદાવાદ #વાઇબ્રન્ટ સમિટના કારણ સરકારે બર્ડ ફ્લૂનો રિપોર્ટ દબાવ્યો હોવાનો ચોંકાવનારો મામલે સામે આવ્યો છે. આ રાવ વ્યક્ત કરતી હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે. બર્ડ ફ્લુ ગ્રસ્ત પક્ષીઓ મેમનગરમાં દાટી દેવાના મામલે થયેલી પીઆઇએલમાં સરકારે જવાબ રજૂ કર્યો છે.

વસ્તાર વિસ્તારમાંથી બર્ડ ફ્લૂ ગ્રસ્ત પક્ષીઓ લાવીને મેમનગર વિસ્તારમાં દાટી દેવાના મામલે થયેલી પીઆઇએલમાં સરકારે જવાબ રજૂ કર્યો છે. જેમાં રજુઆત કરાઇ છે કે, 400થી વધુ માણસોની ટીમ આ મામલે કામે લાગી છે. ભોપાલની એનિમલ લેબોરેટરીના રિપોર્ટ બાદ સરકારે યોગ્ય પગલાં પણ ભર્યા છે. આ મામલે કેન્દ્ર સરકારના ત્રણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પોલ્ટ્રી ફાર્મ, ઇંડા, મરઘીનું વેચાણ કરતી શોપ બંધ રાખવામાં આવી હતી.

પીઆઇએલમાં અરજદારે એવી રાવ વ્યક્ત કરી હતી કે, વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારે બર્ડ ફ્લૂનો રિપોર્ટ દબાવી રાખ્યો હતો. વાઇબ્રન્ટ બાદ આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે વધુ સુનાવણી 23મી જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
First published: January 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर