અમદાવાદ: ગુજરાત માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન બનાવવાના આયોજનમાં યુનિવર્સિટીનું તંત્ર લાગ્યું છે. આ પ્રકારનું વેધર સ્ટેશન હજુ સુધી દેશની કોઈ યુનિવર્સિટીમાં નથી. ત્યારે વેધર સ્ટેશન શરુ કરનારી ગુજરાત યુનિવર્સીટી પહેલી યુનિવર્સિટી બનશે. તેનાથી વિદ્યાર્થીઓને અનેક ગણો ફાયદો થશે. વિદ્યાર્થીઓ બદલાતા વેધરના વિષયો અંગે અભ્યાસ કરી શકશે. એટલુ જ નહિ, આ વેધર સ્ટેશનથી હવામાનમાં થઈ રહેલા બદલાવ અંગેનું ફોરકાસ્ટ પણ રજુ કરવામાં આવશે.
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જ એ દેશ દુનિયાની સૌથી મોટી સમસ્યા બની છે. તેમાંય ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દરિયા કાંઠો છે. જ્યાં છેલ્લા ચાર પાંચ વર્ષથી વાવાઝોડા જોવા મળ્યા છે. ત્યારે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી દેશમાં પ્રથમવાર યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન શરુ કરવાનું આયોજન કર્યું છે. ગુજરાત સરકારના ક્યામેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ વેધર સ્ટેશન બનાવવાનું આયોજન છે. જેનાથી અહીંના વાતાવરણ, હ્યુમીડીટી સહિતના વિવિધ પેરામીટર્સનો અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ અને રિસર્ચ ગુજરાત સરકાર અને ભારત સરકારને આપવામાં આવશે. જેથી કરીને કોઈ પણ આફત આવવાની છે તો તે સંદર્ભે ગુજરાત સરકાર અને ભારત સરકાર આગોતરુ આયોજન કરી શકે.
આ વેધર સ્ટેશનના કારણે આગામી દિવસોમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય મોટા શહેરોના ફોરકાસ્ટ અંગેની વિગતો પણ બહાર પાડી શકાશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સસ્ટેનેબિલીટીના ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરએ જણાવ્યું કે, વેધર સ્ટેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકશે. આ ઉપરાંત ઘણા એવા વિષયો છે જેને હજુ સુધી ધ્યાને લેવાયા નથી. જેવા કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલું ઓઝોન લેયર, ક્યામેટ ચેન્જ, વધતુ ટેમ્પરેચર, આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વરસાદની સિઝનમાં જે બદલાવ જોવા મળ્યો છે તે આ તમામ વિષયો પર અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને તક મળશે.
" isDesktop="true" id="1334549" >
સાથે સાથે આપણે જાણીએ છીએ કે ક્લાયમેટ ચેન્જનો આમ જનતા પર જે પ્રભાવ પડી રહ્યો છે તે પણ એક રીસર્ચનો વિષય બની રહેવાનો છે. આ વેધર સ્ટેશન બનવાથી અન્ય એક ફાયદો એ પણ થશે કે, અમદાવાદ આસપાસના વિસ્તારોનું ફોરકાસ્ટ પણ જાણવા મળશે. જોકે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પણ વેધર સ્ટેશન સ્થાપિત થઈ શકશે જેનાથી ગુજરાતના અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે.