Home /News /ahmedabad /Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ શર્ટ ઉતારી કર્યો વિરોધ, જાણો શુ હતું કારણ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ શર્ટ ઉતારી કર્યો વિરોધ, જાણો શુ હતું કારણ

વિદ્યાર્થીઓનું કહેવું છે કે 6 મહિનાથી યુનિવર્સિટીમાં પાણીની તકલીફ છે.

Gujarat University: વિદ્યાર્થીઓનું  કહેવું છે કે 6 મહિનાથી આ તકલીફ છે. હોસ્ટેલમાં પહેલા પીવાના પાણીની સમસ્યા હતી એ સોલ્વ થઈ ત્યા હવે નાહવા અને ટોઇલેટ બાથરૂમ અને કપડાં ધોવા માટે પાણી આવતું નથી. 

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. આમ તો કોઈ ને કોઈ વિદ્યાર્થીઓના પ્રશ્ને ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન થતા રહે છે. પણ આ વખતે વિરોધના દ્રશ્ય કંઈક જુદા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની ઓફિસની બહાર જ વિદ્યાર્થી અને NSUIએ પોતાના શર્ટ ઉતારી વિરોધ નોંધાવ્યો એટલું પૂરતું ન હોય તેમ વિદ્યાર્થીઓએ પાણીની ડોલ વડે સ્નાન કરી અને કપડાં ધોઈ વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં છેલ્લા 6 મહિનાથી પાણી નહિ આવતું હોવાની ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા ઉઠી હતી. આ મુદ્દે અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આ રજુઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહિ આવતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વિદ્યાર્થી ઓ અને NSUI ના કાર્યકરો રીતસર વીસી ચેમ્બર બહાર સ્નાન કરી પાણી ન આવે તો કેવી તકલીફ સર્જાય છે તે રજુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો- 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારો માટે પડશે ધોધમાર, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે

વિદ્યાર્થીઓનું  કહેવું છે કે 6 મહિનાથી આ તકલીફ છે. હોસ્ટેલમાં પહેલા પીવાના પાણીની સમસ્યા હતી એ સોલ્વ થઈ ત્યા હવે નાહવા અને ટોઇલેટ બાથરૂમ અને કપડાં ધોવા માટે પાણી આવતું નથી. ના છૂટકે વીસી ચેમ્બરની બહાર આ પ્રકારે શર્ટ ઉતારી વિરોધ કરવો પડ્યો છે.

આ પણ વાંચો- ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

બીજીતરફ NSUI ના આગેવાન કુણાલએ જણાવ્યું કે આ રાજયની મોટી યુનિવર્સિટી છે વેબસાઈટ પર હોસ્ટેલ ફેસિલિટીમાં 24 કલાક પાણી આપવાની જાહેરાતો મુકવામાં આવી છે. તો તે પ્રકારની ફેસિલિટી કેમ આપતા નથી. પાણીએ પ્રાથમિક જરૂરિયાત છે છતાં વિદ્યાર્થીઓને તે મળતું નથી. વિદ્યાર્થીઓ નાહ્યા વગર કોલેજ જઈ રહ્યા છે. મહત્વનુ છે કે વિદ્યાર્થીઓ રજુઆત માટે આવી રહ્યા હોવાની જાણ થતાં સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરી દેવાયા હતા. છતાં વિદ્યાર્થીઓ અને NSUIના આગેવાનો વીસી ચેમ્બર સુધી પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat University's, અમદાવાદ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन