Home /News /ahmedabad /સમુદ્રમાં ખેતી કરતા શીખવું છે? ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયો છે આ કોર્સ
સમુદ્રમાં ખેતી કરતા શીખવું છે? ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયો છે આ કોર્સ
પ્રતિકાત્મક તસવીર
Gujarat Education : ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: જમીન પર તો ખેતી થાય પણ શું સમુદ્રમાં પણ ખેતી (farming in sea) થતી હશે. તો દિમાગ પર વધુ જોર લગાવવાની જરૂર નથી કારણ કે, ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) સમુદ્રમાં ખેતી કરવાનો કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સ કરવો કેટલો જરૂરી છે અને કેવી રીતે તેમા એડમિશન મળે છે તે જાણવું પણ એટલું જ આવશ્યક છે. ગુજરાત યુનિવર્સિટીમાં સમુદ્રમાં ખેતી માટે સિવિડ ફાર્મિંગ (Seaweed Farming) ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા અન્ય 8 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે પણ એટલા જ રસપ્રદ છે.
કારકિર્દી બનાવવાની ઉજ્વળ તક
ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા નવા કોર્ષ શરૂ કરવામાં આવી રહ્યા છે. અને એવા કોર્ષ કે, જેમાં કારકિર્દી બનાવવાની ઉજ્વળ તકો રહેલી છે. સામાન્ય રીતે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્ષ તો ચલાવવામાં આવે જ છે. ઉપરાંત વિધાર્થીઓ કોઈ નવો અભ્યાસ કરી શકે તે માટે ખાનગી યુનિવર્સિટીમાં પણ ના હોય તેવા કોર્ષ દર વર્ષે યુનિવર્સિટી શરૂ કરી રહી છે.
આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્ષ ભણાવવામાં આવશે જેમાં ખાસ સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, દેશમાં કોઈ પણ જગ્યાએ આ કોર્ષ ભણાવવામાં આવતો નથી તે ગુજરાત યુનિવર્સીટી પ્રથમ વખત શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં સિવિડ ફાર્મિંગનો કોર્ષ ખૂબ જ રસપ્રદ કોર્ષ રહેશે. જેમાં જમીન પર તો ખેતી થાય જ છે પરંતુ દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે ભણાવવામાં આવશે. જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે અભ્યાસ કરવામાં આવશે. IIS દ્વારા પીડીલાઈટ કંપની સાથે આ કોર્ષ શરૂ કરવા MOU કરવામાં આવ્યા છે. IIS દ્વારા 2 પ્રકારે 8 કોર્ષ ચલાવવામાં આવશે જેમાં એક ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી(IMRS) જે 5 વર્ષનો કોર્ષ રહેશે અને 10 સેમેસ્ટર આવશે. જેમાં સવારની બેચ ચાલશે તથા એક સેમેસ્ટર દીઠ 23410 રૂપિયા ફી રહેશે જ્યારે બીજો માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ( MRS) 2 વર્ષનો કોર્ષ અને 4 સેમેસ્ટ રહેશે.
આ કોર્ષમાં સાંજની બેચ પણ ચાલશે અને સેમેસ્ટર દીઠ 23,410 રૂપિયા ફી રહેશે. IMRS કોર્ષ કરવા કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસની લાયકાત તથા MRS કોર્ષ કરવા કોઈપણ પ્રવાહમાં સ્નાતક થયાની લાયકાત જરૂરી છે. કોર્સ કરવાથી વિધાર્થીઓને શુ ફાયદો થશે?
IIS ના ડાયરેકટ સુધાશું જહાંગીરે જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં સમુદ્ર ખેતીમાં ઉજ્જવળ તકો છે. માત્ર તમિલનાડુમાં સમુદ્રમાં ખેતી થાય છે. ખેડૂતો જ નહીં વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. સિવિડ બાયો ફર્ટિલાઈઝર તરીકે કામ કરે છે. સિવિડમાં ન્યુટ્રિશિયન ઇન્ટેન્ટ વધારે હોય છે. સિવિડ ફર્મિંગએ આત્મનિર્ભર ભારત તરફનું એક ડગલું છે. રાજ્યના 60 ટકા જિલ્લાઓ કોસ્ટલ લાઈન પર છે જેનો આપણે લાભ લઇ શકીએ છીએ. જાપાન અને ચાઈના જેવા દેશો સિવિડના મોટા એકપોટર્સ છે આખી દુનિયામાં તેની ડિમાન્ડ છે.