અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) રાજ્યમાં સેટેલાઇટ કેમ્પસ (satellite campus) બનાવવા જઈ રહી છે જે માટે રાજ્ય સરકાર પાસે 100 એકર જગ્યાની માંગ કરવામાં આવી છે. ગુજરાત વિવિધતા સભર રાજ્ય છે અને ભૌગોલિક દ્રષ્ટિએ દરેક જિલ્લાની ઉપયોગીતા અલગ અલગ છે. ત્યારે તેનો લાભ વિધાર્થીઓને કેવી રીતે મળે તેવા પ્રયાસ હાથ ધરાયા છે. આ ઉપરાંત એવિએશન અને એરોનોટીકસ કોર્ષ માટે ઇન્ડિયન એર ફોર્સની વડસરની એર સ્ટ્રિપનો ઉપયોગ કરવાની મંજૂરી મળતા યુવાઓને તેનો લાભ મળશે.
ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા નવા કોર્ષનો ઉમેરો કરી તેનો સીધો લાભ વિધાર્થીઓને મળે તેવી વ્યવસ્થા ગુજરાત યુનિવર્સિટી ઉભી કરી રહ્યું છે. રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તે માટે એક સેટેલાઇટ કેમ્પસ બનાવવાનો યુનિવર્સીટીએ પ્રોજેકટ તૈયાર કર્યો છે અને તે માટે રાજ્ય સરકાર પાસે 100 એકર જગ્યા માંગવામાં આવી છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાતમાં કચ્છનો રણ પ્રદેશ છે સાથે યુનિક ઇકો સિસ્ટમ છે. તેમજ ત્યાં નવું ટુરિઝમ સ્પોટ વિકસે તેવું ધોળાવીરા સાઈટ મળી છે. આવા સંજોગોમાં છેલ્લા 70 વર્ષથી કાર્યરત ગુજરાત યુનિવર્સિટી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં જુદા જુદા પ્રકારની વિશેષતાઓ છે. ગુજરાતનો સૌથી લાંબો 1600 કિમિ દરિયા કિનારો છે.
આ દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સુવિધાઓ ઉભી કરવા ટ્રેન્ડ મેન પવારની જરૂર હોય છે ,જેના માટે સ્થાનિકો પોતાના વિસ્તારમાં રહીને જરૂરી તાલિમ શિક્ષક મેળવી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે એક સેટેલાઇટ કેમ્પસ બનાવવાનું આયોજન છે. આ માટે અમે સરકાર પાસે સેટેલાઈટ કેમ્પસ ચલાવવા 100 એકર જગ્યાની માંગણી કરી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીએ એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ શરૂ કર્યા છે. જે માટે ઇન્ડિયન એર ફોર્સની વડસર ખાતેની એર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવાની મંજૂરી મેળવવામાં આવી છે.
આ ઉપરાંત એક નવા એર સ્ટ્રિપની પણ વિચારણા કરી છે. પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદીનું વિઝન છે કે નાના શહેરમાં વિમાની સેવા ઉપબ્ધ થશે બે તાલુકાને વિમાની સેવાથી જોડવાની વાત આવે ત્યારે તેવા સમયે સ્થાનિકલેવલે ટ્રેઇન્ડ સ્ટાફ જરૂર પડશે. તે માટે યુનિવર્સિટી એર સ્ટ્રીપ બનાવવાનું વિચારી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર