Gujarat university: ઘણીવાર સામાજિક કે પારિવારીક કારણોસર યુવાનોને અભ્યાસ ક્રમ છુટી જતો હોય છે. આ સાથો જ એક ઉંમર પછી કોલેજમાં અભ્યાસ કરવા જતા શરમ લાગતી હોય છે. અન્યથા કોઈ અન્ય કારણોસર કોલેજમાં જઈને અભ્યાસ કરી શકતા નથી. ગુજરાત યુનિવર્સિટી આગામી 10 દિવસમાં વિન્ટર સેશનમાં પ્રથમવાર ઓનલાઈન અભ્યાસક્રમ માટે એડમિશન પ્રક્રિયા શરુ કરવા જઈ રહી છે. જેમાં માત્ર ઓનલાઈન અભ્યાસ જ નહિ તમે જ્યારે ઈચ્છો ત્યારે ઓનલાઈન ઓન ડિમાન્ડ એકઝામ પણ આપી શકાશે.
અમદાવાદ: ઘણીવાર સામાજિક કે પારિવારીક કારણોસર યુવાનોને અભ્યાસ ક્રમ છુટી જતો હોય છે. આ સાથો જ એક ઉંમર પછી કોલેજમાં અભ્યાસ કરવા જતા શરમ લાગતી હોય છે. અન્યથા કોઈ અન્ય કારણોસર કોલેજમાં જઈને અભ્યાસ કરી શકતા નથી. આવા લોકોને ભણવું તો છે પણ ભણી શકતા નથી જેથી તેમનો અભ્યાસ રહી જાય છે, પરંતુ આવા જે પણ લોકો છે જેઓ ઘેરબેઠા જ નહિ દુનિયાના કોઈપણ ખુણેથી ઓનલાઈન ગ્રેજ્યુએશન કરવા માગતા હોય ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તેવા લોકો માટે મહત્વના સમાચાર છે.
10 દિવસમાં વિન્ટર સેશનમાં શરૂ થશે
ગુજરાત યુનિવર્સિટી આગામી 10 દિવસમાં વિન્ટર સેશનમાં પ્રથમવાર ઓનલાઈન અભ્યાસક્રમ માટે એડમિશન પ્રક્રિયા શરુ કરવા જઈ રહી છે. જેમાં માત્ર ઓનલાઈન અભ્યાસ જ નહિ તમે જ્યારે ઈચ્છો ત્યારે ઓનલાઈન ઓન ડિમાન્ડ એકઝામ પણ આપી શકાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા ઓનલાઈન ડિગ્રી એવોર્ડ કરવાની માન્યતા મળી છે. જેના ભાગરુપે ગુજરાત યુનિવર્સિટી આગામી દસ દિવસમાં જેને આપણે વિન્ટર સેસન કહીએ તેમાં પ્રથમવાર એડમિશન કરવા જઈ રહી છે. આ ઓનાલાઈન કોર્ષમાં આખા વિશ્વમાંથી ગમે તે ખુણેથી પ્રવેશ મેળવી શકાશે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોર્ષ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી કે, ફેકલ્ટીનું પણ કોઈ બંધન નહિ રહે. તેનો મતલબ એ થયો કે તમે કેન્યામાં છો કે અમેરિકામાં કે પછી દુનિયાના કોઈ પણ ખુણામાં છો. કોઈપણ કારણસર તમારો અભ્યાસક્રમ છુટી ગયો છે. અને હવે તે અભ્યાસક્રમ ફરી શરુ કરવા માંગો છો તો તે તમે ઓનલાઈન કરી શકશો અને ડિગ્રી પણ લઈ શકશો. ફેકલ્ટીમાં અકેડેમીક બેંક ઓફ ક્રેડિટનો ધ્યાન રાખી ક્રેડિટ મેપીંગ કરી જે તે વિદ્યાર્થીને જે તે વિદ્યાશાખા માટે સક્ષમ ગણવામાં આવશે. આ તમામ અભ્યાસ ક્રમ ઓનલાઈન ચાલશે તેની પરીક્ષા પણ ઓનલાઈન હશે.’
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા માટે પણ ઓનલાઈન ઓન ડિમાન્ડનું પ્રાવધાન હશે. એટલે કે અભ્યાસ પૂર્ણ થતા તમને ઈચ્છા છે કે મારે એક્ઝામ આપવી છે તો તમે ઓનલાઈન એ એક્ઝામ આપી શકશો. આ એક એવુ આયામ બનશે જે વિદ્યાર્થીની સવલત માટે કાર્યરત રહેશે. જેમા બીએ, એમએ, બીકોમ, એમકોમ, એમસીએ બીસીએ જેવા કોર્ષ એડ કરવામાં આવશે. આ ઉપરાંત 50 જેટલા સર્ટીફીકેટ અને ડિપ્લોમા કોર્ષ પણ ઓનલાઈન ડીગ્રીમાં સમાવવામાં આવશે. ખુબ ટુંક સમયમાં યુનિવર્સીટી આ માટે પોર્ટલ લોન્ચ કરશે અને ત્યાર બાદ આખા વિશ્વમાંથી વિદ્યાર્થીઓને ગુજરાત યુનિના ફલક પર અભ્યાસ કરવા આહવાન કરવામાં આવશે.