કોરોનાએ (Coronavirus) લોકોની આર્થિક (Economy) કમર તોડી નાખી છે.સાથે જ મોંઘવારી રોજે રોજ વધી રહી છે.પેટ્રોલ ડીઝલના (Petrol-Diesel) ભાવ અસમાને પહોંચ્યા છે.જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે.ત્યારે ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશન દ્વારા તમામ વિહિકલ ના ભાડામાં 20 ટકા નો વધારો કર્યો છે.એટલે પ્રવાસીઓ ને પણ વિહિકલ (Tourist VehicleS) ખર્ચ મોંઘો પડશે. ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશન પ્રમુખ કિરણભાઈ મોદીએ જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી ધંધાને મોટી અસર પહોંચી છે.અનલોક થયું ત્યાર બાદ 65 રૂ. ડીઝલ હતું તે આજે 96થી 97 રૂપિયા પહોંચી ગયો છે.તમામ વસ્તુમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.
જેના કારણે ના છૂટકે ટુરિસ્ટ વિહિકલના ભાડામાં 20 ટકા નો વધારો કરવો પડ્યો છે.પહેલા અમદાવાદ થી દ્વારકાની ટુર જતી તો ખર્ચ 40 હજાર થતો જે આજે 45 હજારથી વધુ થાય છે.જો કે હવે લોકો ફરવાનું બંધ કરશે અથવાતો પોતાની કાર લઈને ફરવા જશે.કોરોનાની મહામારીના કારણે જમા પૂંજી હતી તે પણ ખર્ચાય ગઈ છે.ત્યારે સરકાર ડીઝલના ભાવમાં વેટ ઓછો કરે તો થોડી રાહત મળે..અને વિદેશના ટુર બંધ કરે તો ડૉમિસ્ટ ટુરને વધુ વેગ મળે.
પ્રવાસન સ્થળો પર લોકો ફરવા થાય છે ભીડ પણ જોવા મળી રહી છે.પરંતુ હવે લોકો પોતાના વિહિકલ લઈને જાય છે.જેના કારણે ટુર ઓપરેટરના વિહિકલ ધૂળ ખાય રહ્યા છે.અને હવે ત્રીજી લહેર આવવાની આશંકા છે.ત્યારે ટુર ઓપરેટર પણ ચિંતામાં છે કે જો ત્રીજી લહેર આવશે તો થોડો બિઝનેસ ચાલુ થયો તેને ફરી અસર થશે.આર્થિક સ્થિતિ કફોડી બનશે.