#Missionpaani: Niti Ayogનાં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત પ્રથમ ક્રમે

આ રિપોર્ટ અનુસાર કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ કહ્યું છે.

News18 Gujarati
Updated: August 26, 2019, 6:26 PM IST
#Missionpaani: Niti Ayogનાં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત પ્રથમ ક્રમે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 26, 2019, 6:26 PM IST
ગાંધીનગર: નીતિ આયોગે જારી કરેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ ર.૦ માં ગુજરાતે જળ વ્યવસ્થાપન – વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો છે. કેન્દ્રીય જલશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમારે તાજેતરમાં નવી દિલ્હીમાં આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસ સાથે પર્યાવરણ સંતુલન પ્રણાલિ જાળવી રાખવાના હેતુસર સાયન્ટીફીક વોટર મેનેજમેન્ટની સમયાનુકુલ આવશ્યકતા જોતાં જલશકિત મંત્રાલયની પહેલરૂપ રચના કરી છે. આ મંત્રાલયે જળ સંરક્ષણ અને જળ સુરક્ષા માટે જળશકિત અભિયાનની શરૂઆત કરીને પાણીના પ્રશ્ને પડકારોનો સામનો કરવાના સઘન પ્રયાસો આદર્યા છે.

આ સંદર્ભમાં નીતિ આયોગે ર૦૧૮માં સૌ પ્રથમવાર દેશના રાજ્યો અને સંઘ પ્રદેશોના જળ પ્રબંધન, જળ સુરક્ષા અને જળ ચક્રના વિભિન્ન ઉપાયો-પ્રયોગોના અભ્યાસના આધારે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષની શરૂઆત કરી હતી.

નીતિ આયોગના આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ ર.૦ માં ર૦૧૬-૧૭ના આધાર વર્ષ સામે ર૦૧૭-૧૮ માટે દેશના રાજ્યોને જળપ્રબંધન ક્ષેત્રે ગુણ અને ક્રમ આપવામાં આવે છે.

આ રિપોર્ટ અનુસાર કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ કહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પગલે ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ સતત આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.
Loading...

ર૦૧૮માં રાજ્યના સ્થાપના દિન ૧ લી મે એ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના મંડાણ કરીને ગુજરાતે બે વર્ષમાં ર૩ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. આ અભિયાનની સફળતાની પણ નીતિ આયોગે આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સકસેસ સ્ટોરી તરીકે નોંધ લીધી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમની ગુજરાતની આ અગ્રેસરતા માટે સંબંધિત વિભાગોને સર્વગ્રાહી ઉત્કૃષ્ટ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે
First published: August 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...