ISI એજન્ટનો ખુલાસો, કચરામાંથી લીક થતી હતી સેનાની ગુપ્ત માહિતી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ISI એજન્ટનો ખુલાસો, કચરામાંથી લીક થતી હતી સેનાની ગુપ્ત માહિતી
મેરઠમાં ઝડપાયેલ પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇની એજન્ટ મોહમ્મદ એજાજની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ડસ્ટબિનથી તે સેનાની ગુપ્ત માહિતી લીક કરતો હતો.

મેરઠમાં ઝડપાયેલ પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇની એજન્ટ મોહમ્મદ એજાજની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ડસ્ટબિનથી તે સેનાની ગુપ્ત માહિતી લીક કરતો હતો.

  • Share this:
નવી દિલ્હી # મેરઠમાં ઝડપાયેલ પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇની એજન્ટ મોહમ્મદ એજાજની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ડસ્ટબિનથી તે સેનાની ગુપ્ત માહિતી લીક કરતો હતો. મોહમ્મદ એજાજે જણાવ્યું કે, તે ઉત્તરપ્રદેશના બરેલી, ઝાંસી, કોલકત્તા સહિત અન્ય સ્થળે આવેલ સેનાની ઓફિસોમાંથી ફેંકાયેલા કચરાની તપાસ કરતો હતો. કચરામાંથી તે સેનાના કાગળો એકત્ર કરતો હતો. ઘણીવાર તે કોઇ દસ્તાવેજની કોપીના નાના ટુકડાઓને જોડીને એના ફોટા લેતો હતો. દસ્તાવેજની આ તસ્વીરો તે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને મોકલતો હતો. કોલકત્તાથી પકડાયેલા પાકિસ્તાની એજન્ટ ઇરશાદ પણ સેનાની ઓફિસોમાંથી ફેંકાયેલા કચરાને ફંફોસતો હતો ઇરશાદ તો 10 વર્ષથી સેના સંસ્થાન જીઆરએસઇમાં કોન્ટ્રાક્ટ રોજમદાર પણ બની ગયો હતો. જેથી તે અહીંના ડસ્ટબીન સરળતાથી ફંફોસી શકતો હતો. પુછપરછમાં ઇરશાદે કહ્યું કે, જીઆરએસઇ કચેરીના અધિકારીઓ કામ દરમિયાન કાગળો ફાડીને ડસ્ટબિનમાં નાંખતા હોય છે. આ કાગળોમાં ઘણી મહત્વની વિગતો હોય છે. તે એક કરીને તે પાકિસ્તાન મોકલતો હતો. વધુમાં તેણે કહ્યું કે, એનો ભાઇ ઇરફાવ અને ઇકબાલ પાકિસ્તાનમાં રહે છે જેમને પણ તે આ તસ્વીરો મોકલતો હતો. પાકિસ્તાની એજન્ટ મોહમ્મદ એજાજ ઉર્ફે મોહમ્મદ કલામે કહ્યું કે, તે ભારતીય ગુપ્ત એજન્સીઓની નજરથી બચવા માટે તે અહીં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવવાના પ્રયાસમાં હતો. આ માટે તેણે બરેલીમાં અરજી પણ આપી હતી.
First published: December 5, 2015
વધુ વાંચો
अगली ख़बर