Home /News /ahmedabad /

ગુજરાતનું કાપડ માર્કેટ ધીમે ધીમે ઠપ્પ? સુરતના 500 અને અમદાવાદના 150 પ્રોસેસિંગ હાઉસને કોઈ નવા ઓર્ડર નથી મળ્યા 

ગુજરાતનું કાપડ માર્કેટ ધીમે ધીમે ઠપ્પ? સુરતના 500 અને અમદાવાદના 150 પ્રોસેસિંગ હાઉસને કોઈ નવા ઓર્ડર નથી મળ્યા 

અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે

Gujarat latest news: અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે ટેકસટાઈલ માલિક ભરત પટેલના કહેવા પ્રમાણે કાપડ માર્કેટની પરિસ્થતિ હાલ ખૂબ જ ખરાબ છે.

અમદાવાદના 150 ટેક્સટાઈલ પ્રોસેસર્સ (Ahmedabad textile processors) અને સુરતના (Surat textile processors) 500 જેટલા તથા જેતપુરના 60 થી 70 જેટલા ટેક્સટાઈલ પ્રોસેસર્સને નવા ઓર્ડર નથી મળ્યા .જેને કારણે હવે માર્કેટ ઠપ્પ પડી જવાની આશંકા વર્તાઈ રહી છે. એક સમયે ગુજરાતનું નાક અને ગુજરાતનું શાન કાપડ માર્કેટ ગણાતું હતું પરંતુ છેલ્લા 15 દિવસમાં આ માર્કેટને જાણે કે ગ્રહણ લાગ્યુ છે. કાપડ બજારમાં કાપડના ઉત્પાદનમાં વપરાતા કચામાલના ભાવમાં એકાએક વધારો થયો છે. જેના લીધે કાપડ બનાવવાના ભાવમાં પણ વધારો થયો છે. ટેક્સટાઈલ પ્રોસેસિંગ કરવા માટે જોઈતા કેમિકલ અને કાચા માલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ટેક્સટાઈલ પ્રોસેસિંગના કામકાજમાં માર્જિન ઘસાઈ ગયા છે. જ્યારે બીજીબાજુ દસ દિવસમાં ગ્રે કાપડના ભાવ વધુ તૂટવાની સંભાવનાઓ દેખાતી હોવાતી ગ્રે કાપડની ખરીદી પર સંપૂર્ણ બ્રેક લાગી છે. ટેક્સટાઈલ પ્રોસેસર્સના કામકાજ ઠપ થઈ ગયા છે.

અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે ટેકસટાઈલ માલિક ભરત પટેલના કહેવા પ્રમાણે કાપડ માર્કેટની પરિસ્થતિ હાલ ખૂબ જ ખરાબ છે. કાપડ માર્કેટની મોટી મિલો જે અમદાવાદમાં છે તે 10 જેટલી મિલો હાલ બંધ થઈ ગઈ છે. કેટલીક મિલોના કનેક્શન કાપી નાખ્યાં બાદ ફરી દિવાળી બાદ શુરૂ થવાની વાત છે. જેને કારણે મિલમાં કામ કરતા કમેચરીઓ પર મોટી અસર જોવા મળી છે.

સગી માએ 9 વર્ષના પુત્રનું કર્યું યૌન શોષણ, પિતાએ ઘરમાં સીસીટીવી લગાવતા ફૂટ્યો ભાંડો

એક સમયે ગુજરાતથી બહાર મોકલાતા કાપડને ગુજરાત બહારથી મંગાવવાનો વારો આવ્યો છે. જેની પાછળ અન્ય કારણો પણ જવાબદાર માનવામાં આવે છે. જેમાં કુદરતી સાથે કૃત્રિમ ભાવ વધારો પણ એટલો જ જવાબદાર છે. જેમ કે, એક ટેક્સટાઈલ પ્રોસેસિંગમાં વપરાતા એસિટિક એસિડના ભાવમાં રૂ. 16નો, એમિનો સિલિકોનના ભાવમાં રૂ. 32નો, બાઈન્ડર ઈટી ઇકોના ભાવ રૂ. 40 બાઈન્ડર એસએસએનના ભાવમાં રૂ. 58નો વધારો આવી ગયો છે. સોડા બાય કાર્બના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. સેફોલાઈટના ભાવ રૂ. 175થી વધી 218 અને સોડા એશના ભાવ રૂ. 25થી વધી રૂ. 57 થઈ ગયા છે. આમ પ્રોસેસ કરવાનો ખર્ચ પણ વધી રહ્યો છે.

ગુજરાતની દીકરીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં બાજી મારી, મેળવ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ

આ સ્થિતિમાં કામકાજ ઓછા થઈ ગયા છે. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નાટેકસટાઈલ કમિટિ કો ચેરમેન સંદીપ પટેલના જણાવાયા પ્રમાણે કાપડ માર્કેટની ખરાબ સ્થિતિમાં કપાસનાં ભાવમાં એકાએક વધારો જવાબદાર છે. જે બાદ તમામ મટીરીયલમાં કૃત્રિમ ભાવ વધારો થયો. બધા જ ભાવ વધારા લગભગ દિવાળી સુધી કાબુ માં આવી જશે પરતુ ત્યાં સુધી કંઈ પણ કહી ના શકાય.

વ્યાજ ખર્ચનો બોજો ચાલુ રહ્યો હોવાથી અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ રહી છે. હવે કપાસનું વાવેતર ખાસ્સુ વધારે થયું હોવાના સમાચાર છે જેથી દિવાળી પછી નવો કપાસ ઓછા ભાવે આવશે તો ઊંચા ભાવમાં ગ્રે કાપડની ખરીદી કરનારાઓને નુકસાન જવાની શક્યતા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन