Home /News /ahmedabad /

GTU એક્શન મોડમાં: 4 ડિપ્લોમા - 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ

GTU એક્શન મોડમાં: 4 ડિપ્લોમા - 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (ફાઇલ તસવીર)

Gujarat Education: જીટીયુ (GTU) દ્વારા સંલગ્ન 435 કોલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેમાં લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવનાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ : ડીગ્રી ડિપ્લોમાં (degree Diploma collage ) કોલેજોમાં વિધાર્થીઓના અભ્યાસ બાબતે ચાલતી લાલીયાવાડી સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) એક્શન મોડમાં આવી છે. જીટીયુ (GTU) દ્વારા સંલગ્ન 435 કોલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેમાં લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવનાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ છે. જ્યારે 38 કોલેજની વિવિધ વિદ્યાશાખાની 4775 બેઠકમાં ઘટાડો કરાયો છે.

ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દરેક સ્તરે ખરી ઉતરી છે. જેના પાયામાં જીટીયુ દ્વારા સંલગ્ન તમામ સંસ્થામાં કરવામાં આવતાં એકેડમીક ઈન્સ્પેક્શન જેવા મહત્વના પરિબળો કાર્યરત છે. હાલમાં જ જીટીયુ દ્વારા સંલગ્ન 435 કૉલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેની ખરાઈ પછી 280 સંલગ્ન કોલેજમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 38 કોલેજમાં  ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધરાધોરણ મુજબ પગલાં ભરવામાં આવ્યા છે.

સાળંગપુર હનુમાનજીના ભક્તો માટે સારા સમાચાર

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણમાં કોઈપણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.  જીટીયુ દ્વારા કરવામાં આવેલી 280 સંસ્થાના એકેડમીક ઈન્સ્પેક્શનમાંથી કુલ 38 કોલેજની સીટ્સ ઘટાડવામાં આવેલી છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરીંગ વિદ્યાશાખાની 15 કોલેજની 1295 સીટ્સ , ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 કોલેજમાં 3300,  ફાર્મસીની 1 કૉલેજની 60 સીટ્સ તથા એમબીએ અને એમસીએની અનુક્રમે 3 અને 1 કોલેજની કુલ 60 , 60 સીટ્સમાં ધટાડો કરવામાં આવ્યો છે.



આમ તમામ વિદ્યાશાખાની મળીને કુલ 38 કોલેજની 4775 સીટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એસીપીસીને પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એકેડમીક ઈન્સ્પેક્શનમાં જીટીયુના ધરાધોરણો પર ખરી ના ઉતરેલી ડિપ્લોમાં એન્જિનિયરીંગની 4 અને ડિગ્રી એન્જિનિયરીંગની 5 કૉલેજો મળીને કુલ 9 કૉલેજોને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં મૂકવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, Gujarat Technology University, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन