આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 17,14,979 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ-10માં આજે ભાષાનું પેપર છે તો ધોરણ-12માં ફિઝિક્સનું પેપર છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે એકાઉન્ટનું પેપર છે. 

News18 Gujarati
Updated: March 12, 2018, 8:35 AM IST
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 17,14,979 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 12, 2018, 8:35 AM IST
આજથી રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12મી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે બંને ધોરણમાં થઈને રાજ્યમાં કુલ  17,14,979 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ-10માં આજે ભાષાનું પેપર છે તો ધોરણ-12માં ફિઝિક્સનું પેપર છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે એકાઉન્ટનું પેપર છે.

રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટે કુલ 13 ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 1548 કેન્દ્ર પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 5483 બિલ્ડિંગ અને 60337 વર્ગખંડોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ધોરણ-10માં 11,03,674 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1,34,679 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા તો ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેલના કેદીઓ પણ આપશે પરીક્ષા

રાજ્યની વિવિધ જેલમાં બંધ હોય તેવા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-10માં 155 કેદીઓ, ધો.12માં 37 કેદીઓ પરીક્ષા આપશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મધ્યસ્થ જેલમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તો ધો.10ના પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઈલ લિપિવાળા પેપરથી પરીક્ષા આપશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને કોઈ જ તણાવ વગર આનંદથી પરીક્ષા આપવાની સલાહ આપતા તમામને શુભેચ્છા પાઠવી છે.
First published: March 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...