ST વધારાની 1100 ટ્રીપ દોડાવશે, 24 કલાક ટિકિટ બારી ખુલ્લી રહેશે

News18 Gujarati
Updated: August 14, 2019, 9:12 PM IST
ST વધારાની 1100  ટ્રીપ દોડાવશે, 24 કલાક ટિકિટ બારી ખુલ્લી રહેશે
ST બસની ફાઇલ તસવીર

નાના સેન્ટરો ઉપર ટિકિટ બારીઓ 16 કલાક ખુલી રહેશે જેના કારણે પ્રવાસીઓ ટિકિટ બારી પરથી ટિકિટ બુક કરાવી શકે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ એસટી નિગમ દ્વારા તહેવારોને ધ્યાને રાખીને પ્રવાસીઓની સુવિધા માટે સજ્જ બન્યુ છે. તહેવારોને લઈ એસટી નિગમ વધારાની 1100 ટ્રીપ દોડાવશે. રક્ષાબંધનથી જન્માષ્ટમી દરમિયાન પ્રવાસીઓનો ખુબ ધસારો રહેતો હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા તમામ ડિવિઝન અને ડેપોને સુચના આપવામાં આવી છે કે પ્રવાસીઓનો ધસારો હોય તો વધારાની બસ દોડાવવી.

તો એસટી નિગમ દ્વારા મોટા સેન્ટરો પર 24 કલાક ટિકિટ બુક કરવા માટે ટિકિટ બારીઓ ખુલી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. જ્યારે નાના સેન્ટરો ઉપર ટિકિટ બારીઓ 16 કલાક ખુલી રહેશે જેના કારણે પ્રવાસીઓ ટિકિટ બારી પરથી ટિકિટ બુક કરાવી શકે.

અહીં ક્લિક કરી વાંચોઃ સોળેકળાએ ખીલ્યો ગીર સોમનાથનો ઝમઝીર ધોધ, જુઓ તસવીરો

એસટી નિગમના જનરલ મેનેજર નિખિલ બરવેએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે પ્રવાસીઓને સારી સુવિધા આપવા માટે એસટી નિગમ સજ્જ છે. તહેવારો માટે વધારાની 1100 ટ્રીપ દોડાવવામાં આવશે. એસટી બસ માટે 42 ટકા એડવાન્સ બુકીંગ થય ગયુ છે. અને એસટી નિગમને ડિઝિટલ કરી રહ્યા છીએ ત્યારે 60 ટકા ઓનલાઈન બુકી થાય છે.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં એસટી નિગમ 1 હજાર ટ્રીપ વધારાની દોડાવીને 4 લાખ કિલોમીટરનું એકસ્ટ્રા સંચાલન કર્યુ હતું.જેમાં વધારાની દોઢ કરોડ રૂપિયાની આવક થઇ હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 ટકા વધુ પ્રવાસીઓનો ધસારો વધવાનું અનુમાન છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને સમયસર બસ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...