Home /News /ahmedabad /ST નિગમની 1200 બસોની હાલત ખખડધજ, તો પણ 'એસટી અમારી સલામત સવારી'
ST નિગમની 1200 બસોની હાલત ખખડધજ, તો પણ 'એસટી અમારી સલામત સવારી'
એસટી નિગમ પાસે 8 હાજર આસપાસ બસ છે અને દર વર્ષ નવી બસ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે તેમ છતાં ખખડધજ બસો દોડે છે.
Gujarat ST: '8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ એસટી બસને સ્ક્રેપમાં નાખવામાં આવે છે. પરંતુ 8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ પણ બસની કન્ડિશન સારી હોય તો બસને ઉપયોગમાં લેવામાં આવે છે અને નિગમની પોલિસી પ્રમાણે નવી બસો આવે ત્યારે જૂની બસને સ્ક્રેપ મૂકી દેવામાં આવે છે.'
ગાંધીનગર: એસટી નિગમ પાસે 8 હાજર આસપાસ બસ છે અને દર વર્ષ નવી બસ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે તેમ છતાં ખખડધજ બસો દોડે છે. એસટી અમારી સલામત સવારી પરંતુ બસો ખખડધજ દોડી રહી છે. એસટી બસની ડીસા, અમદાવાદ, સુરતની બસને ખખડધજ બસમાં ડોર પણ બંધ થતો નથી. એટલું જ નહિ ડોર ને તો દોરીથી બાંધીને રાખવો પડે છે. લગેજ મુકવા માટે લોક નથી એક બસની વાત નથી.અનેક બસમાં આ હાલત જોવા મળે છે. કાચ તૂટેલા.ડોરના ઠેકાણા નથી. બારીમાં એક કાચ હોય તો બીજો કાચ જ ન હોય.તેમ છતાં સલામત સવારી.
દર વર્ષ રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને નવી બસ ફાળવે છે. જોકે તેમ છતાં હજુ 1200 જેટલી બસ ભંગારમાં નાખી દેવા જેવી રોડ પર ચાલી રહી છે. એસટી નિગમ રાહ જોઈ રહ્યું છે કે, નવી બસ આવે એટલે તે બસોને બદલી દેવા છે.પરંતુ નવી બસ આવે ત્યારે ને? ત્યાં સુધી જોખમી સવારી પ્રવાસીઓ કરવાની રહેશે.જો કે બસને સ્ક્રેપમાં મુકવા માટેના કેટલાક નિયમ છે.બસ 8 લાખ કિલોમીટર પુરા થયા બાદ બસને સ્ક્રેપમાં મુકવામાં આવે છે. પરંતુ બસની કન્ડિશન સારી હોય તો બસ ચલાવવમાં આવે છે. એટલે કદાચ 1200 બસ જોખમી સવારી કરી રહી છે. કેટલી બસોના કિલોમીટર પુરા થયા નથી તેમ છતાં બોડી ખખડધજ થઈ ગઈ છે.
એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, 8 હજાર બસો ચાલી રહી છે. જેમાંથી 1200 બસોના કિલોમીટર પૂર્ણ થઈ રહ્યા છે. 8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ એસટી બસને સ્ક્રેપમાં નાખવામાં આવે છે. પરંતુ 8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ પણ બસની કન્ડિશન સારી હોય તો બસને ઉપયોગમાં લેવામાં આવે છે અને નિગમની પોલિસી પ્રમાણે નવી બસો આવે ત્યારે જૂની બસને સ્ક્રેપ મૂકી દેવામાં આવે છે. 300 બસો ટુ બાય ટુ અને 200 સ્લીપર બસ અને 400 જેટલી મીની બસો એટલા કે 900 જેટલી નવી બસો મેં મહિના સુધીમાં આવી જશે. અને 900 પછી પણ નવી બસો આવવાની છે જેથી મેં મહિના સુધીમાં સ્ક્રેપ કરવા જેવી બસો નીલ થઈ જશે.તેમજ આગામી બજેટમાં 2022 બસોનું આયોજન કર્યું છે. અત્યારે 28 જેટલી બસો છે જે સ્ક્રેપમાં મૂકી દેવામાં આવી છે.
એસટી નિગમના કહેવા પ્રમાણે તો એસટી બસ 5 વર્ષમાં તો સ્ક્રેપમાં નાખી દેવા જેવી હાલત થઈ જાય છે. કારણ કે, 5 વર્ષમાં 8 લાખ કિલોમીટર ગાડી ફરી જાય છે. જોકે 15 વર્ષ જૂની બસ નથી.પરંતુ એસટી નિગમના સામાન લઈ જતા 28 જેટલા વાહનો સ્ક્રેપમાં જાય તેવા છે. તેમજ 1200 બસ બદલવી પડે તેવી છે.પણ નવી બસની રાહ જોવાઇ રહી છે.