Home /News /ahmedabad /આજથી હેલમેટ, સીટ બેલ્ટ ન પહેરનારા ચેતી જજો, વસૂલાશે દંડ, ગુજરાતમાં શરૂ થઇ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ

આજથી હેલમેટ, સીટ બેલ્ટ ન પહેરનારા ચેતી જજો, વસૂલાશે દંડ, ગુજરાતમાં શરૂ થઇ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ

પ્રતીકાત્મક તસવીર

Gujarat news: આ ડ્રાઇવ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરો તથા સમગ્ર જિલ્લાઓમાં આજથી 15મી માર્ચ સુધી ચલાવવામાં આવશે.

અમદાવાદ: આજથી ગુજરાતમાં (Gujarat news) 15મી માર્ચ સુધીમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ (Special traffic drive) ચલાવવામાં આવશે. જેમાં હેલમેટ (helmet) તથા સીટ બેલ્ટ (seat belt drive) પહેર્યા વગર દેખાશો તો વાહન ચાલકો પાસેથી 500 રુપિયા દંડ લેવામાં આવશે. માર્ગ અકસ્મતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવા માટે ગુજરાત રાજ્યમાં પોલીસે તારીખ 6 એટલે આજથી, 15મી માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કર્યુ છે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ નહી પહેરનારા વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ રુપિયા 500 દંડ વસૂલવામાં આવશે.

આખા ગુજરાતમાં શરુ થશે ડ્રાઇવ

આ વિશેષ ડ્રાઇવ આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જેમાં પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવશે. એટલે કે, જો કોઈ વાહન ચાલક હેલ્મટ પહેર્યાં વગર નીકળશે અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

15 માર્ચ સુધી ચાલશે ડ્રાઇવ

સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે. જેમાં રોડ સેફટી કાઉન્સીલર મિટીંગમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોડ અકસ્માતમાં હેલમેટ નહીં પહેરનારા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુ દર સાથે ગંભીર પ્રમાણમાં ઇજાના અનેક બનાવો જોવા મળ્યા હતા. આ ડ્રાઇવ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરો તથા સમગ્ર જિલ્લાઓમાં આજથી 15મી માર્ચ સુધી ચલાવવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ તથા સીટ બેલ્ટના ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસ વાહન ચાલક પાસેથી 500 દંડ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો - Video: શું તમે પણ શિવલિંગ અને નંદીને પાણી પીવડાવ્યું? ગુજરાતના અનેક શહેરોમાં વાયુવેગે ફેલાઇ વાત

બીજી વખત પકડાશો તો 1000 રૂપિયા દંડનો નિયમ

હેલમેટ પહેર્યા વગર જો કોઈ વાહન ચાલક પહેલી વખત પકડાય તો રૂ.500 દંડ વસૂલ કરાય છે. તેવી જ રીતે સીટ બેલ્ટ પહેર્યા વગર જો કોઈ કાર ચાલક પહેલી વખત પકડાય તો તેની પાસેથી ટ્રાફિક પોલીસ રૂ.500 દંડ વસૂલ કરે છે. જ્યારે બીજી વખત જો કોઈ વાહન ચાલક હેલમેટ કે સીટ બેલ્ટ વગર પકડાય તો પોલીસ તેની પાસેથી રૂ.1000 દંડ વસૂલ કરવાનો નિયમ છે.

આ પણ વાંચો - જાંબુઘોડાની માવતરને લજવતી ઘટના: પુત્ર અને પૌત્રએ જમીનના ટુકડા માટે વિધવા માતાને મોતને ઘાટ ઉતારી
" isDesktop="true" id="1186133" >



નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રણેય લહેર દરમિયાન પોલીસ તરફથી મોટાભાગે હેલમેટ કે અન્ય કોઈ ટ્રાફિક નિયમ ભંગના દંડ કરવામાં આવતા ન હતા. આ દરમિયાન માસ્ક ન પહેર્યું હોય તેમને જ દંડ ફટકારવામાં આવતો હતો. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્તીના આરે છે ત્યારે ફરીથી ટ્રાફિકના નિયમો અંગે કડક થવાની પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ટ્રાફિક નિયમ

विज्ञापन