Home /News /ahmedabad /Gujarat Rainl forecast : રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ

Gujarat Rainl forecast : રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ

કેસરી કલર - એલર્ટ, પીળો કલર - વોચ, અને લીલો કલર - નો વોર્નિંગ (ફોટો - આઈએમડી ગુજરાત)

Gujarat rainfall forecast : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (South Gujarat Heavy Rain) ની આગાહી છે. સુરત, સુરત,વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રમાં (Saurashtra Heavy Rain) અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

વધુ જુઓ ...
Gujarat rainfall forecast : રાજ્યમાં ચોમાસુ (Gujarat Monsoon) બેસી ગયું છે. લગભગ તમામ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ક્યાંક નદી-નાળા છલકાયા તો ક્યાંક શેરીઓ જાણે નદી બની. કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઘરોને અને ઝાડને પણ નુકશાન પહોંચ્યું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો જ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, સુરત,વલસાડ, નવસારી,તાપી,ડાંગ,દમણ દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં અત્યાર સુધીમાં 53 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જોકે, જૂન મહિનામાં વરસાદ પડે છે તેમાં 47 ટકાની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગે માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપી છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો વરસાદ ખાબક્યો

અમરેલી-ધારી ગીરના જંગલ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ધારીના ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઘોડાપુર આવતા ધારી બગસરાનો માર્ગ બંધ થયો હતો, ડાંગાવદરના પુલ પરથી પુરનું પાણી વહયું, પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહથી વાહનચાલકો અટવાયા, જેને પગલે બગસરાથી ધારી જવાનો રસ્તો બંધ, નદી કાંઠે પુર જોવા માનવ મેદની ઉમટી.

તો અમરેલીના બગસરાના હાલરીયા ગામે શેત્રુંજી નદીમાં આવ્યા નવાનીર, સિઝનમાં પહેલી જ વાર નદીમાં પૂર આવતાં ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. શેત્રુંજી નદીમાં પુરમા તણાયા ઘેટા બકરા, શેત્રુંજી નદીમાં ઉપરવાસ મા સારા વરસાદના કારણે આવ્યું પુર, માલધારી પોતાના માલઢોર લઈ ઘર તરફ આવતા નદીના પટમાં બની ઘટના, મહામહેનતે માલધારીના માલધોરીનો કરાયો બચાવ.

અમરેલીના વડિયામાં સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ભરાયા વરસાદી પાણી, ધોધમાર વરસાદના કારણે સિવિલ હોસ્પિટલના મેઈન ગેઇટ પાસે ભરાયા પાણી, મેઈન ગેઇટ પાસે વરસાદી પાણી ભરાતા પ્રીમોન્સૂન કામગીરી સામે સવાલ, દર વર્ષે મેઈન ગેઇટ પાસે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત.

અમરેલી-ધારી ગીર પંથકના ગામડાઓમાં મેઘો ઓળઘોળ બન્યો છે. ધારી ગીરના ગામડાઓને ઘમરોળતો મેઘો, ધારીના ઝર, મોરઝર, ગોપાલગ્રામ, ડાંગાવદર, ખીચા, પરબડી, છતડીયામાં ધોધમાર વરસાદ, ધારી શહેર અને ચલાલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, ગીરના ગામડાઓના ખેતરો થયા પાણીમાં તરબતર, ગીરના ગામડાઓના જગતના તાતમાં હરખની હેલી.

ગીર સોમનાથના સુત્રાપાડા અને પ્રાચી તીર્થ માં વરસાદી માહોલ, બપોર બાદ વરસાદી માહોલ, પ્રાચી આસપાસ ના ગ્રામ્ય માં મુશળધાર, ખેતરોમાં પાણી ભરાયાં.ખેડૂતોમાં ખુશી છવાઈ.

રાજકોટના ગોંડલમાં વરસાદી માહોલ, સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

પોરબંદર જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘ સવારી પહોંચી હતી. પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું જોરદાર આગમન થયુ હતુ. વિજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરના 2 થી 4 વાગ્યા દરમિયાન પોરબંદર અને રાણાવાવમાં 1-1 ઈંચ જ્યારે કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉલેખ્ખનીય છે કે, ગઈકાલે પણ જિલ્લામાં સાર્વત્રિક દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યા બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ માજા મુકી છે. રાણાવાવ સહિત અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો. વાળોત્રા ગામમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે વરસાદના કારણે નદીઓમાં આવ્યા નવા નીર, વાળોત્રા ગામની મીણસર નદીમાં આવ્યા નવા નીર

મોરબીમાં દસ દિવસના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન, મોરબીમાં પાંચ દિવસ પેહલા એક વરસાદી ઝાપટું આવી ગયા બાદ ફરીથી અસહ્ય બફારા વચ્ચે આજે વરસાદ શરૂ, અત્યારે મોરબીમાં ધોધમાર વરસાદ શરૂ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ

સુરતના ઓલપાડ અને ઉમરપાડામાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રોડ પર વહ્યા પાણી, સવાર થી જિલ્લામાં વરસાદી માહોલ, વરસાદ વરસતા ખેડૂતો ખુશ, સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતાં થયા હતા.

ડાંગ જીલ્લાના વઘઈ, આહવા સહિત અનેક ગામડાઓમાં વરસાદ શરૂ, સવાર થી વાદળ છવાયું વાતાવરણ હતું ત્યાં બોપાર બાદ ફરી વરસાદ શરૂ થયો છે

નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, નવસારી જીલ્લાના ના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થયો ધોધમાર વરસાદ, નવસારી,ગણદેવી,ચીખલી,બીલીમોરામાં ગાજવીજ સાથે શરૂ થયો ધોધમાર વરસાદ

આ પણ વાંચોવરસાદની આગાહી! આ 28 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં કડાકા-ભડાકા સાથે થશે વરસાદ

તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, બુહારી, સોનગઢમાં વરસાદ, સોનગઢમાં ધોધમાર વરસાદ, સોનગઢમાં રસ્તાઓ પર વહ્યા વરસાદી પાણી, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી.
First published:

Tags: Gujarat rain forecast, Gujarat rain news, Gujarat Rain Updates, Gujarat rainfall, Gujarat Rains, ગુજરાતમાં વરસાદ, વરસાદ, વરસાદની આગાહી