Gujarat heavy rainfall forecast: હવામાન નિષ્ણાંતની મોટી આગાહી: ગુજરાતમાં 6થી 10 તારીખ સુધી આ વિસ્તારોમાં ખાબક્શે ધોધમાર વરસાદ
Gujarat heavy rainfall forecast: હવામાન નિષ્ણાંતની મોટી આગાહી: ગુજરાતમાં 6થી 10 તારીખ સુધી આ વિસ્તારોમાં ખાબક્શે ધોધમાર વરસાદ
13મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે.
Gujarat weather update: 'જૂનમાં જે વરસાદની ઘટ રહી ગઇ હતી તે જુલાઇમાં જોવા મળશે. જુલાઇમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે.'
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Gujarat rain forecast) આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત (rain in South Gujarat)માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે (heavy rainfall in Gujarat) વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી છે.
બે દિવસમાં આ વિસ્તારોમાં વરસશે ધોધમાર વરસાદ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ગુજરાતમાં જૂન મહિનો વરસાદ માટે સારો રહ્યો ન હતો. ત્યારે જુલાઇ મહિનો શરૂ થતાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. હવે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં સુરત, નવસારી , વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, એક સિસ્ટમ બની રહી છે જેમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેમ આ સિસ્ટમ ગુજરાતની નજીક અને ગુજરાતમાં આવશે તો વરસાદી માહોલ વધુ સારો બનશે. એટલે કે ગુજરાતમાં 6 તારીખથી 10 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યુ કે, આ સાથે ગુજરાતથી લઇને કેરળ સુધી લાંબો ટ્રફ બની રહ્યો છે. આ ટ્રફને કારણે પણ મહારાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
જૂનમાં જે વરસાદની ઘટ રહી ગઇ હતી તે જુલાઇમાં જોવા મળશે. જુલાઇમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે. 13મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર