Home /News /ahmedabad /

Gujarat Rainfall: રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ, નવસારીમાં 2.5 ઇંચ વરસાદ

Gujarat Rainfall: રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ, નવસારીમાં 2.5 ઇંચ વરસાદ

ગુજરાત ચોમાસું (Shutterstock તસવીર)

Gujarat rainfall data: ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સરેરાશ 0 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે અહીં સિઝનનો કુલ 7.69 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 7.24 એમ.એમ. વરસાદ પડ્યો છે.

    અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી (Navsari heavy rain) શહેરમાં 61 એમ.એમ. નોંધાયો છે. સોમવારે સવારે છ વાગ્યા પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 23 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણાના સતલાસણમાં 60 એમ.એમ., સાબરકાંઠાના વડાલીમાં 45 એમ.એમ., માંગરોળમાં 41 એમ.એમ., સુરતના માંડવીમાં 39 એમ.એમ., વિજયનગરમાં 38 એમ.એમ., મહીસાગરના વિરપુરમાં 38 એમ.એમ. વરસાદ પડ્યો છે. રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rain) નોંધાયો હતો. રાજ્યના 31 જિલ્લામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 14.72 ટકા વરસાદ (Gujarat average rainfall) પડ્યો છે.

    ઝોન પ્રમાણે વરસાદ (Gujarat zone wise rain)


    ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સરેરાશ 0 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે અહીં સિઝનનો કુલ 7.69 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 7.24 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 10.45 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 4.42 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 10.39 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન સરેરાશ 5.79 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 16.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધારે સરેરાશ 15.70 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો સૌથી વધારે 18.50 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 125.14 એમ.એમ. વરસાદ પડ્યો છે.

    આ પણ વાંચો: વીજકંપનીની બેદરકારીને પગલે 14 વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો

    તાલુકાઓમાં પડેલા વરસાદ પર એક નજર:

































    વરસાદ (M.M.)તાલુકા
    વરસાદ નહીં1
    0-50 એમ.એમ.63
    51-125 એમ.એમ.101
    126-250 એમ.એમ.59
    251-500 એમ.એમ.24
    500-1000 એમ.એમ.3

    ગુજરાતમાં વરસાદની આગાહી


    ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) રવિવારે જાહેર કરેલી એક યાદી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Gujarat rain forecast) સંભાવના છે. હવામાન વિભાગ (IMD Ahmedabad)ના જણાવ્યા પ્રમાણે, આગામી 4 જુલાઇથી 7 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ (Rainfall in Gujarat)ની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Rainfall in Saurashtra)ની આગાહીના પગલે NDRF સતર્ક બન્યું છે. સાતમી જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે.

    >>> આગામી 4 જુલાઇના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

    >>> 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ (Rainfall in Surat)ની આગાહી છે.



    >>> 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદ (Rainfall In Valsad)ની આગાહી છે.

    >>> 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી છે. વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ (rainfall in Navsari)ની આગાહી છે.

    >>> 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે. ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદ (Rainfall in Bharuch)ની આગાહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujrat rain, Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन