Home /News /ahmedabad /રાજ્યમાં વરસાદી વિનાશનો ચિતાર: 39 દિવસમાં 63 માનવ મૃત્યું, તો 264 પશુઓના મોત, સૌથી વધુ વીજળી પડવાથી મોત
રાજ્યમાં વરસાદી વિનાશનો ચિતાર: 39 દિવસમાં 63 માનવ મૃત્યું, તો 264 પશુઓના મોત, સૌથી વધુ વીજળી પડવાથી મોત
ગુજરાતમાં વરસાદની સ્થિતિ
Gujarat rainfall Update : રાજ્ય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (State Revenue Minister Rajendra Trivedi) એ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી, ભારે વરસાદથી માત્ર 24 કલાકમાં 7 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 272 પશુઓના મોત નિપજ્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 63 માનવ મૃત્યું થયા
Gujarat rainfall Update : રાજ્યમાં મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. નદી નાળા છલકાઈ ગયા છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમાં ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્યમાં ક્યાં કેવી સ્થિતિ છે, આ મામલે રાજ્ય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (State Revenue Minister Rajendra Trivedi) એ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ (Gujarat Rain) ને પગલે અત્યાર સુધીમાં 10 674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદથી માત્ર 24 કલાકમાં 7 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 272 પશુઓના મોત નિપજ્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 63 માનવ મૃત્યું થયા છે.
કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
મહેસુલ મંત્રીએ સૌપ્રથમ સ્થળાંતર અંગે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં ભારે વરાદને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 469 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમાંથી 350 લોકો હજુ આશ્રય લઈ રહ્યા છે. તો વડોદરામાં 24 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 10674 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા પર આશરો આપવામાં આવ્યો હતો, જેમાંથી 6 હજાર લોકો હવે તેમના ઘરે પરત ફર્યા છે, તો 4 હજાર જેટલા લોકોને હજુ આશ્રય આપવામાં આવી રહ્યો છે.
વરસાદથી અત્યાર સુધીમાં કેટલા મોત
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદના કારણે દુખદ માનવ મૃત્યું અંગે માહિતી આપી હતી, તેમણે કહ્યું કે, 1 જુન 2022થી 9 જુલાઈ 2022 સુધીમાં 56 લોકોના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત નિપજ્યા છે. આમ 39 દિવસમાં કુલ 63 લોકોના મોત નિપજ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વરસાદને કારણે 39 દિવસમાં 264 પશુ મૃત્યું થયા છે.
કેવી રીતે થયા મોત
મંત્રીએ માનવમૃત્યું અંગે વિગતે માહિતી આપતા કહ્યું કે, 39 દિવસ (1 જુન 2022 થી 9 જુલાઈ 2022 સુધી) માં વીજળી પડવાથી 33 લોકોના, દિવાલ પડવાથી 8, ડુબવાથી 16, ઝાડ પડવાથી 5 અને થાંભલો પડવાથી 1નું મોત થયું છે, આમ કુલ 63 લોકોના મોતમાં સૌથી વધુ માનવમૃત્યું વીજળી પડવાથી થયા છે.
વરસાદથી મકાનોને કેટલું નુકશાન
તેમણે વરસાદના કહેરથી મકાન ધરાશાયી અંગે માહિતી આપતા કહ્યું કે, 39 દિવસ (1 જુન 2022 થી 9 જુલાઈ 2022 સુધી) માં ભારે વરસાદને પગલે 18 જેટલા મકાન ધરાશાયી અથવા નુકશાન પહોંચ્યા છે. તો કાચા મકાન (ઝુંપડા) - 11 નુકશાન પામ્યા છે. આમાં 24 કલાકમાં જ 7 મકાનને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
વરસાદમાં બચાવ કામગીરી અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, 1 જુલાઈના રોજ આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે સીસવા ગામમાં 17 લોકોાન રેસક્યુ કરવામાં આવ્યા હતા, સાથે તાપીમાં 39 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો બે દિવસ પહેલા છોટા ઉદેપુરમાં ભારે વરસાદને કારણે બોડેલીમાં 50 લોકોનું રસક્યુકરાયું છે, તો રજાન સોસાયટીમાં 125 લોકોને અને પાણેદ ગામમાં 152 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 508 લોકોને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં તંત્ર સફળ થયું છે. મહત્વની વાત એ છે કે, 24 કલાકમાં જ 468 લોકોનુંરેસક્યું કરવામાં આવ્યું છે.