Home /News /ahmedabad /અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની રિ-એન્ટ્રી, ભારે બફારા બાદ લોકોને હાશકારો

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની રિ-એન્ટ્રી, ભારે બફારા બાદ લોકોને હાશકારો

જ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી

Gujarat Rain: અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ વાતાવરણમાં ઠંકક પ્રસરતાં લોકોએ હાશકારો અનુભવ્યો

    અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. આજે બપોર સુધી ભારે બફારા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ વાતાવરણમાં ઠંકક પ્રસરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી ભારે બફારાને લીધે લોકો હેરાન પરેશાન હતા અને વરસાદની રાહ જોઇ જ રહ્યા હતા ત્યારે લોકોના મનનું થયું હોય તેમ આજે છેવટે વરસાદે ફરી વાતાવરણમાં ઠંકક પ્રસરાવી છે.

    માત્ર અમદાવાદમાં જ નહીં, રાજકોટ, પંચમહાલ, સુરત, દ્વારકા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સાથે જ ખેડૂતો અને સામાન્ય લોકો માટે પણ વરસાદ રાહતના સમાચાર છે. કેમ કે, ભારે ઉકળાટને લીધે લોકો પરેશાન હતા. આટલું જ નહીં, ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે બપોર બાદ જ લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.


    આ પણ વાંચો: આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

    કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મેળવવા હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય છે જેની અસર ગુજરાત વાતાવરણ ઉપર જોવા મળશે ગુજરાતના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની અનુમાન છે. આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

    આજે નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તો અન્ય શહેરોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે સાથે એક્ટિવિટી ના કારણે પણ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતી કાલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે અને અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad Rains, Gujarat News, Gujarat rain, Gujarat rain forecast

    विज्ञापन
    विज्ञापन