Home /News /ahmedabad /સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં પ્રસંગ-ટૂરનું આયોજન કરતાં પહેલા જુઓ વરસાદની આગાહી

સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં પ્રસંગ-ટૂરનું આયોજન કરતાં પહેલા જુઓ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરાઇ છે

  અમદાવાદ: રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરાઇ છે. જે અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ નહિવત વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

  આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ લગભગ વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માછીમારો અને પોર્ટ માટે હાલ કોઇ ચેતવણી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.

  હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, આગામી 2જી ઓક્ટોબરથી 5મી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. જે બાદ 10મી બાદ પણ વરસાદની શક્યતા રહેશે. બાકી અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આમ તો લગભગ આજથી રાજ્યના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે. 31મી સુધી અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં હળવા દબાણની સ્થિતિ સર્જાવવાની શક્યતા રહેશે. જેના લીધે રાજ્યમાં વરસાદની સંભાવના રહેશે. જ્યારે 4-5 સપ્ટેમ્બર પછી વરસાદનું પ્રમાણ ઘટશે.

  આ પણ વાંચો: નવરાત્રી 2022: ખેલૈયાઓને રંગમાં પડશે ભંગ

  તમામ લોકો નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર પણ નજર રાખી રહ્યા છે. નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેની ચિંતા હોય છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. અંબાલાલના કહેવા પ્રમાણે ખેલૈયાઓને રંગમાં આ વર્ષે ભંગ પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. બુધ અને શુક્ર એક રાશિમાં હોવાથી વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યાં પણ પર્વત આકારનો મેઘ ચડશે ત્યાં વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદ રહેશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Ahmedabad rain, Gujarat rain forecast, Navratri

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन