Gujarat Latest Rainfall: સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
ગાંધીનગર: દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી (India @75) કરી રહ્યો છે ત્યારે કેવિડયા ખાતેથી ગુજરાતીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટી 135.29 મીટર પર પહોંચી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી 23 ગેટ ખોલી 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી (Narmada River)માં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1,82,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ડેમની કુલ સપાટી 138.68 મીટર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સરેરાશ વરસાદ
રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યારસુધી 85.56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધારે 137.76 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 76.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.23 ટકા, સૌરાષ્ટ્રમાં 79.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95.36 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.
" isDesktop="true" id="1238943" >
જખૌ અને પિંગલેશ્વર દરમિયામાં કરેટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણ વચ્ચે ગુજરાતના પશ્ચિમી છેડાના સાગરકાંઠાના વિસ્તારોમાં એટલે કે, સરહદી જખૌ અને પિંગલેશ્વરના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. રવિવારના અબડાસા તાલુકાના મત્સ્ય બંદર જખૌ ઉપર થોડીક ક્ષણો માટે દરિયાનું પાણી જેટી પર ચડી આવતાં માછીમારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ભારે પવન ફૂંકાવાની સાથે દરિયાનું પાણી જેટી તેમજ રહેણાંકવાળા વિસ્તારમાં આવી ગયું હતું.