અમદાવાદ: ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 69 ટકાથી વધારે વરસાદ (Gujarat rainfall data) ખાબકી ગયો છે. છેલ્લા 10-15 દિવસમાં વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. બીજી તરફ હવામાન વિભાગ (India Meteorological Department) અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, "આગામી પાંચ દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આજે (27 જુલાઈ) અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. બાકીના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. હાલ મધ્ય રાજસ્થાનમાં એક સર્ક્યુલેશન છે, જેના પગલે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આવતીકાલ 28 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. 29 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં વધારે ઘટાડો નોંધાશે.
અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે. અંબાલાલ પટેલે પણ 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.
ગુજરાત રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે.
" isDesktop="true" id="1232905" >
ગુજરાતના અન્ય અપડેટ્સ:
બોટાદ પોલીસની સરાહનીય કામગીરી
બોટાદના કેમિકલકાંડા અને પરિવારોના આધારસ્તંભ છીનવી લીધા છે. એક પરિવારમાં બે બે મોત થયાના પણ દાખલા છે. બુધવાર બપોર સુધી કેમિકલકાંડમાં 40થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બરવાળા તાલુકાના અનેક ઘરોમાં સન્નાટો છવાય છે. બરવાળા તાલુકાના દેવગણા ગામ (Devgana village) ખાતે 40 વર્ષીય કનુભાઈ સેખલિયાનું કેમિકલકાંડમાં મોત થયું છે. તેમના મોત સાથે તેમના ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કનુભાઈની પત્ની સાથે ન હોય, તેમનું પણ કેમિકલકાંડમાં મોત થતા ચાર બાળકો નોધારા બન્યા હતા. (વાંચો સમગ્ર અહેવાલ...)