Gujarat Rain Forecast: દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
ીોઅમદાવાદ: નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયા અને આયોજકમાં વરસાદને લઇને ચિંતા થઇ રહી છે. આવામાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. છૂટો છવાયો વરસાદ રાજ્યના વિવિધ શહેરોમાં રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. આજે ગાંધીનગર-અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. વરસાદનું જોર વધવાની સાથે ભારે પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે.
આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. અત્યાર સુધી સિઝનનો 776 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં સિઝન કરતાં 28 ટકા વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યના હાલ સામાન્ય વરસાદ રહેશે. 5 દિવસ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હાલ ભારે વરસાદની શકયતા નહિવત છે. 5 દિવસ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ઉકડાટનો સામનો કરવો પડશે.
બીજી બાજુ, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત 9માં દિવસે પણ 138.62 મીટરે છે. ઉપરવાસમાંથી 1લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક છે. જેથી 10 હજાર ક્યુસેકના બદલે 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને વડોદરા, ભરૂચ અને નર્મદાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ તંત્ર પણ એલર્ટ છે. હાલ NDRF અને SDRFની એક-એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. નર્મદા ડેમ છલકાઈ જતા ગુજરાતનું પાણીનું સંકટ પણ ટળ્યું છે.