Home /News /ahmedabad /Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
વરસાદની આગાહી (Shutterstock તસવીર)
Gujarat Rain Forecast: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના નર્મદા, ભરૂય, તાપી જિલ્લામાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ મેઘરાજાએ થોડા વિરામ લીધો છે. જોકે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ (Gujarat rain forecast) પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, આગામી દિવસોમાં સક્રિય થનારી વરસાદની સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવશે. આ ઉપરાંત અમદાવાદ શહેર (Ahmedabad city rain forecast)માં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટ ડૉક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના છે. ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 6, 7 અને આઠ ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક-બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 3, 4 અને 5 ઓગસ્ટના રોજ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે, જેના પગલે ગુજરાતમાં સારો વરસાદ પડશે."
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના નર્મદા, ભરૂય, તાપી જિલ્લામાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ચોથી ઓગસ્ટથી છ ઓગસ્ટ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, નવસારી, તાપી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હાલ રાજ્યમાં સરેરાશ કરતા 36 ટકા વધારે વરસાદ નોંધાયો છે.
મહેસાણા પોલીસ IELTS (International English Language Testing System) પરીક્ષામાં થયેલ ગેરરીતિની તપાસ કરી રહી છે. આ તપાસના તાર રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદ એમ સાત કેન્દ્રો સુધી પહોંચી ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 950 ઉમેદવારોએ રૂ. 14 લાખની ચૂકવણી કરીને છેતરપિંડીથી હાઈ સ્કોર મેળવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ઉમેદવાર US અથવા કેનેડામાં છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સટાસટી
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot special operation group)ની સતર્કતાને કારણે લૂંટ, હત્યા સહિતની ઘટના બનતા અટકી છે. રાજકોટ શહેરના પૉશ એરિયા સમાન અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-2માં રાજેશભાઈ પટેલ (Rajeshbhai Patel)ના મકાનમાં ત્રીજી તારીખના રોજ રાત્રિના અઢી વાગ્યા અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. ધાડપાડુ ગેંગના સભ્યો આ સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના લોકોને મળી હતી. ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજો ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા ગેંગના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)