Home /News /ahmedabad /Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય, ત્રણ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય, ત્રણ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Shutterstock તસવીર)

Gujarat rain forecast: બુધવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 178 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં 87 એમ.એમ. નોંધાયો છે.

અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ (Meteorological department) ના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર (Arabian sea)માં એક લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. 11મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. 12મી ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બુધવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 178 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં 87 એમ.એમ. નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી:


અમાદવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી (Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ગુજરાત રિઝનમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.

11 ઓગસ્ટ: આ તારીખે ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદની પળેપળની ખબર માટે ક્લિક કરો...

12 ઓગસ્ટ: આ તારીખે ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદ


ગુજરાતમાં અત્યારસુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: સહદેવસિંહના રાજીનામાં પાછળ ગોંડલ વિધાનસભાની ટિકિટનો કકળાટ જવાબદાર?

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


બુધવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 178 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં 87 એમ.એમ. નોંધાયો છે. સુત્રાપાડામાં 79 મી.મી., સંતરામપુરમાં 68 મી.મી.,વિજાપુરમાં 66 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
First published:

Tags: Gujarat rain, Monsoon 2022, ગુજરાત, ચોમાસુ