Home /News /ahmedabad /

હવામાન વિભાગની આગાહી: આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી: આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી તસવીર

Gujarat rain forecast: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં આગામી ત્રણ કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

    અમદાવાદ: હવામાન વિભાગે (Meteorological department) શનિવારે સવારે આઠ વાગ્યે એટલે કે બીજી જુલાઈના રોજ જાહેર કરેલી યાદી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે હવામાન વિભાગે આગાહી આપી હતી, જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

    ત્રણ કલાકમાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના?


    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, દીવ અને કચ્છમાં અડધાથી એક ઇંચ વરસાદ પડી શકે છે.

    બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં આગામી ત્રણ કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

    હવામાન ખાતાની વરસાદની આગાહી


    હવામાન વિભાગે (Meteorological department) શુક્રવારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.



    બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

    અંબાજીમાં ધોધમાર વરસાદ


    છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર (Gujarat rainfall) કરી છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ (Ambaji heavy rain) ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે (Meteorological department) શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, Rain forecast, ગુજરાત, ચોમાસુ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन