Home /News /ahmedabad /Gujarat Rain Forecast : આ 18 જિલ્લામાં 5 દિવસ વરસાદ, તમારા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ?
Gujarat Rain Forecast : આ 18 જિલ્લામાં 5 દિવસ વરસાદ, તમારા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ?
ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી - જોઈલો કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં ગરમીમાં રાહત જોવા મળી શકે છે, પરંતુ વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદ (Gujarat Rain) નું આગમન થઈ ગયું છે. ચોમાસુ હજુ મહારાષ્ટ્ર પહોંચ્યું છે પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department Forecast) આગામી પાંચ દિવસ રાજ્યમાં કયા જિલ્લામાં વરસાદ વરસશે તેને લઈ આગાહી કરી છે. આજે હાલમાં કરેલી આગાહી અનુસાર આજે રાત્રે 10 વાગે કેટલાક જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ભરૂચ, સુરત, ડાંગ અને દાદરાનગર હવેલીમાં આગામી પાંચે દિવસ વરસાદી જાપટા પડસે, તો સૌરાષ્ટ્રમાં જુનાગઠ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હાલ ભેજવાળા પવનને પગલે વરસાદી માહોલ જામ્યો છે. તો જોઈએ ક્યાં ક્યારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે પરંતુ હાલમાં વરસાદ પડવાની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં ગરમીમાં રાહત જોવા મળી શકે છે, પરંતુ વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂનના રોજ કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તો આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, તથા ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.