છેલ્લા 24 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે
Gujarat Monsoon 2022: ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેવા સરેરાશ વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યાં જ ડાંગમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં આમ તો ચોમાસાની વિદાય થવા જ જઈ રહી હતી ત્યારે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં દિવસ એટલે કે આઠ અને નવમી ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે ભાવનગર, સુરત ભારૂચ, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. બીજી તરફ વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે.
ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેવા સરેરાશ વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યાં જ ડાંગમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 120.76 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ કચ્છમાં 186.1 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.93 ટકા, પૂર્વ ગુજરાતમાં 98.71 ટકા, સૌરાષ્ટ્રમાં 109.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 133.50 ટાક વરસાદ નોંધાયો છે.
ખેડૂતોની માઠી બેઠી
બીજી તરફ પાક લેવાની સિઝનમાં વરસાદ પડતા ગીર સોમનાથના ખેડૂતોની માઠી બેઠી છે. ગત મોડી રાત્રે આવેલા વરસાદે અનેક ખેડૂતો મગફળીના પાથરા પલળી ગયા છે. તૈયાર થયેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે.
મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લા અને તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરી છે. વરસાદના આગમનને કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે પરંતુ આણંદ જિલ્લાની આજીવિકા સમાન મુખ્ય પાક ડાંગરમાં ભારે નુકસાન થયું છે.