Home /News /ahmedabad /Gujarat Rain forecast: ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 17મી તારીખ બાદ વરસાદનું ઘટશે જોર

Gujarat Rain forecast: ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 17મી તારીખ બાદ વરસાદનું ઘટશે જોર

વરસાદની પ્રતિકાત્મક તસવીર

Gujarat weather update: અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.

    અમદાવાદ : હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.

    આગામી ત્રણ દિવસ વરસાદ


    હવામાન વિભાગના વીજીન લાલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ થશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જણાવ્યુ કે, બીજા દિવસે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

    અમદાવાદ અને ગાંધીનગરમાં કેવો રહેશે વરસાદ?


    સૌરાષ્ટ્ર કચ્છમાં ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલા અને બીજા દિવસે દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.


    રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર


    સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 324375 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 97.10% છે. રાજયનાં 206 જળાશયોમાં 476235 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 85.32% છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર, 16 જળાશય એલર્ટ ૫ર તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Rain Update, Gujarat Weather Forecast, અમદાવાદ, ગુજરાત, હવામાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन