Home /News /ahmedabad /

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

અંબાલાલ પટેલ

Gujarat rain forecast: હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી (Dr Manorama Mohanty)એ જણાવ્યું છે કે, "આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેશે."

રાજકોટ: રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.75 ટકા વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, વરસાદે વિરામ લેતાની સાથે જ બફારાનું પ્રમાણ અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Gujarat rain forecast) થયો હતો. સતત વરસાદ બાદ હવે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય માટે વિરામ લે. કારણ કે પાકની વૃદ્ધિ માટે ઉઘાડ નીકળે તે જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે 28 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. જોકે, આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.

હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી (Dr Manorama Mohanty)એ જણાવ્યું છે કે, "આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે. કાલ એટલે કે 29 જુલાઈ પછી સામાન્ય વરસાદ રહેશે. વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં વધારો થશે. અમદાવાદમાં આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે."

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો નોંધાશે. તાપમાન વધીને 34 ડિગ્રી સુધી જઇ શકે છે. જે બાદમાં આગામી બીજી ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે."

આ પણ વાંચો: "યુપીવાલા ઠુંમકા લગાઉ...," રાજકોટમાં દારૂ પાર્ટીનો વધુ એક વીડિયો વાયરલ

અંબાલાલ પટેલની આગાહી


બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel rain forecast) પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

ગુજરાતમાં વરસાદ


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂન મહિનામાં ઓછો વરસાદ થયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો છે. જેના કારણે જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે. જેના કારણે જુલાઈ મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે કે બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ambalal Patel, IMD, Monsoon 2022, ગુજરાત, વરસાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन