Home /News /ahmedabad /Gujarat Rain Forecast: ચોમાસાની વિદાય છતાં રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, શું છે કારણ?

Gujarat Rain Forecast: ચોમાસાની વિદાય છતાં રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, શું છે કારણ?

ચોમાસાની વિદાય છતાં રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી

Gujarat Rain Forecast: અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, આ તારીખ પછી વરસાદની શક્યતા નહિવત

અમદાવાદ: રાજ્યમાં વરસાદે વિદાય લઇ લીધી હોવા છતાં હજુ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. નવરાત્રીમાં વરસાદે વિરામ લીધા બાદ ગઇકાલથી ફરી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે રવિવારથી વરસાદની શક્યતા નહીંવત છે.

બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. 9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે. વરસાદી ટ્રફને લીધે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જાંબુઘોડામાં 5 ઈંચ, મોરવા હડફમાં 4 અને ગોધરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદે મધ્ય ગુજરાતને ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં લગભગ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 27 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ગઇકાલે અમદાવાદ અને વડોદરામાં પવન સાથે મેઘમહેર સહિત રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સરેઆમ હત્યા: કારની ટક્કર મારી ગોળી ધરબી દીધી, બુલેટનું પડીકું વળી ગયું

આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. રાજ્યમાં પાછોતરા વરસાદે મધ્ય ગુજરાતને ઘમરોળ્યું છે. 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં નોંધાયો વરસાદ. સૌથી વધુ જાંબુઘોડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોરવા હડફમાં 4 ઈંચ વરસાદ, ગોધરા, હાલોલ, શહેરા, દેવગઢ બારિયામાં 3 ઈંચ વરસાદ, તો અમદાવાદ, વડોદરામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આજે અરવલ્લીના ભીલોડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોલવાણી, ખુમાપુર અને માકરોડા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ સાબરકાંઠાના વાતાવરણમાં પણ આવ્યો પલટો આવ્યો છે. અચાનક વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. આશ્રમ, ઉમિયાનગર, કઠવાવડી, કાલવણ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે, નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વદુ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટાક વરસાદ નોંધાયો છે.
First published:

Tags: Gujarat rain Data, Gujarat Rain Forecaste, Monsoon 2022