Home /News /ahmedabad /અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે, આ તારીખથી પુનઃ પધરામણી થશે
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે, આ તારીખથી પુનઃ પધરામણી થશે
અંબાલાલ પટેલ, પૂર્ણા નદીનો આકાશી નજારો
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે."
અમદાવાદ: ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ (Gujarat heavy rain) ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ગુરુવારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એકંદરે છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ખેડૂતો હવે ઇચ્છી રહ્યા છે કે હવે વરસાદ થોડા સમય માટે વિરામ લે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 17મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પૂરી સંભાવના છે..
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે."
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો?
વરસાદી આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.
" isDesktop="true" id="1228625" >
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 બંધ
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે. ત્યારે નેશનવ હાઇવે નંબર 48 (Mumbai national highway 48) વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે.